આસામના ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 19th, 08:42 pm

ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં તમારા બધા સાથે જોડાઈને મને ખૂબ જ આનંદ થાય છે. આ વખતે આ ગેમ્સ નોર્થ ઈસ્ટનાં સાત રાજ્યોમાં અલગ-અલગ શહેરોમાં યોજાવા જઈ રહી છે. આ રમતોનો માસ્કોટ પતંગિયા અષ્ટલક્ષ્મીને બનાવવામાં આવ્યો છે. હું ઘણી વાર ઉત્તર-પૂર્વનાં રાજ્યોને ભારતની અષ્ટલક્ષ્મી કહું છું. આ રમતોમાં પતંગિયાને માસ્કોટ બનાવવું એ એ વાતનું પણ પ્રતીક છે કે કેવી રીતે ઉત્તર પૂર્વની આકાંક્ષાઓને નવી પાંખો મળી રહી છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા આવનાર તમામ ખેલાડીઓને હું મારી શુભકામનાઓ આપું છું. દેશના ખૂણે ખૂણેથી આવેલા આપ સૌ ખેલાડીઓએ ગુવાહાટીમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભવ્ય તસવીર બનાવી દીધી છે. તમે જોરદાર રમો, સખત રમો... જાતે જીતો... તમારી ટીમને જીતાડો... અને જો તમે હારી જાઓ તો પણ ટેન્શન ન લો. હારી જઈએ તો પણ અહીંથી ઘણું શીખીને જઈશું.

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના રાજ્યોમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સને સંબોધન કર્યું

February 19th, 06:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો સંદેશ મારફતે પૂર્વોત્તરના સાત રાજ્યોમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એટલે કે અષ્ટલક્ષ્મીના મેસ્કોટને બટરફ્લાયના આકારની યાદ અપાવી હતી. પ્રધાનમંત્રીએ અવારનવાર પૂર્વોત્તર રાજ્યોને અશ્તાલક્ષી કહેતા કહ્યું હતું કે, આ રમતોમાં પતંગિયાને માસ્કોટ બનાવવું એ પણ દર્શાવે છે કે કેવી રીતે પૂર્વોત્તરની આકાંક્ષાઓને નવી પાંખો મળી રહી છે.

પ્રધાનમંત્રીએ મહિલા બોક્સિંગ 75 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતવા બદલ લોવલિના બોર્ગોહેનને અભિનંદન પાઠવ્યા

October 04th, 08:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા બોક્સિંગ 75 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીતવા બદલ લોવલિના બોર્ગોહેનને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ મહિલા બોક્સિંગ 57 કિગ્રા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બોક્સર પરવીન હુડાને અભિનંદન પાઠવ્યા

October 04th, 08:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા બોક્સિંગ 57 કિગ્રા ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ બોક્સર પરવીન હુડાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ તાશ્કંદ ખાતે પ્રથમ વખત મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા બદલ બોક્સરોને અભિનંદન પાઠવ્યા

May 11th, 06:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપક ભોરિયા, હુસામુદ્દીન અને નિશાંત દેવને તાશ્કંદ ખાતે પ્રથમ વખત પુરૂષોની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ બોક્સર, લોવલિના બોર્ગોહેનને અભિનંદન પાઠવ્યા

March 26th, 09:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ બોક્સર, લોવલિના બોર્ગોહેનને અભિનંદન પાઠવ્યા છે.

Success starts with action: PM Modi at inauguration of National Games

September 29th, 10:13 pm

PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”

PM Modi declares open the 36th National Games in Ahmedabad, Gujarat

September 29th, 07:34 pm

PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”

પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ

August 13th, 11:31 am

ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.

પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી

August 13th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

મણિપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ અને શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 04th, 09:45 am

કાર્યક્રમમાં ઉપસ્થિત મણિપુરના ગવર્નર લા ગણેશનજી, મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહજી, ઉપ મુખ્યમંત્રી વાય જોયકુમાર સિંહજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી ભૂપેન્દ્ર યાદવજી, રાજકુમાર રંજન સિંહજી, મણિપુર સરકારમાં મંત્રી વિશ્વજીત સિંહજી, લોસી દિખોજી, લેત્પાઓ હાઓકિપ જી, અવાંગબાઓ ન્યૂમાઈજી, એસ રાજેન સિંહજી, વુગજાગિન વાલ્કેજી, સત્ય વ્રત્યસિંહજી, ઓ લુખોઈ સિંહજી, સંસદમાં મારા સહયોગી સાંસદો અને ધારાસભ્યો. અન્ય લોક પ્રતિનિધિ સમુદાય અને મણિપુરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ખુરૂમજરી!

પ્રધાનમંત્રીએ મણિપુરના ઈમ્ફાલમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું

January 04th, 09:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના ઈમ્ફાલ ખાતે આશરે ₹ 1850 કરોડની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે ₹ 2950 કરોડની 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેય જળ પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સંબંધી છે.

પ્રધાનમંત્રીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ આકાશ કુમારને અભિનંદન પાઠવ્યા

November 06th, 08:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ આકાશ કુમારને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારતીય ટુકડીને ટોક્યો 2020 માં તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા

August 08th, 06:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ટુકડીને રમતોમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા. ટોકિયો 2020નું સમાપન નજીક આવી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર દરેક રમતવીર ચેમ્પિયન છે.

પ્રધાનમંત્રીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બોક્સિંગમાં કાંસ્ય પદક જીતવા બદલ લવલીન બોરગોહેનને અભિનંદન પાઠવ્યા

August 04th, 12:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ લવલીન બોરગોહેનને અભિનંદન પાઠવ્યા છે.

ટોક્યો ઓલિમ્પિક્સ 2021 માટે નિર્ધારિત ભારતીય રમતવીરો – એથ્લેટ્સની ટુકડી સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 13th, 05:02 pm

તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. જો કે બધા સાથે તો વાત નથી થઈ શકી પરંતુ તમારો જોશ, તમારો ઉત્સાહ સંપૂર્ણ દેશના તમામ લોકો આજે અનુભવ કરી રહ્યા છે. કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત દેશના રમત મંત્રી શ્રીમાન અનુરાગ ઠાકુરજીએ, હમણાં થોડા દિવસો પહેલા સુધી રમત મંત્રીના રૂપમાં તમારા બધાની સાથે બહુ સારું કામ કર્યું છે. એ જ રીતે આપણાં વર્તમાન કાયદા મંત્રી શ્રીમાન કિરણ રિજીજુજી, રમત રાજ્યમંત્રી આપણાં સૌથી યુવાન મંત્રી છે અમારી ટીમના શ્રીમાન નિશીથ પ્રામાણિકજી, રમતગમત સાથે જોડાયેલ સંસ્થાઓના તમામ પ્રમુખ, તેમના સૌ સભ્યો, અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા મારા સાથીઓ, તમામ રમતવીરોના પરિવારજનો, આજે આપણી વર્ચ્યુઅલ વાતચીત થઈ છે પરંતુ મને હજી વધારે સારું લાગત જો હું તમને બધા રમતવીરોને અહિયાં દિલ્હીના મારા ઘરમાં આમંત્રિત કરતો, તમને લોકોને રૂબરૂ મળતો. આ અગાઉ આવું હું હંમેશા કરતો આવ્યો છું. અને મારી માટે તે અવસર ખૂબ ઉમંગનો અવસર રહેતો હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તે શક્ય નથી બની રહ્યું. અને આ વખતે અડધા કરતાં વધુ આપણાં રમતવીરોની પહેલાથી જ વિદેશોમાં તાલીમ ચાલી રહી છે. પરંતુ પાછા ફર્યા બાદ હું તમને વચન આપું છું કે આપ સૌની સાથે જરૂરથી સુવિધા મુજબ સમય કાઢીને મળીશ. પરંતુ કોરોનાએ ઘણું બધુ બદલી નાખ્યું છે. ઓલિમ્પિકનું વર્ષ પણ બદલાઈ ગયું, તમારી તૈયારીઓની રીત પણ બદલાઈ ગઈ, ઘણું બધુ બદલાઈ ગયેલું છે. હવે તો ઓલિમ્પિક શરૂ થવામાં માત્ર 10 જ દિવસો બાકી રહ્યા છે. ટોક્યોમાં પણ એક જુદા જ પ્રકારનું વતાવરણ તમને જોવા મળવાનું છે.

ટોક્યો ઓલિમ્પિક્સ માટેની સજ્જતા, પ્રતિબદ્ધતા વિશે ભારતીય રમતવીરો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

July 13th, 05:01 pm

પ્રધાનમંત્રી : દીપિકાજી, પાછલી મન કી બાતમાં મેં તમારી અને ઘણા સાથીઓની ચર્ચા કરી હતી. હમણાં પેરિસમાં ગોલ્ડ જીતીને તમે જે ચમત્કાર કર્યો. તે પછી સમગ્ર દેશમાં તમારી ચર્ચા થઈ રહી છે. હવે તમે રેન્કિંગમાં વર્લ્ડ નંબર વન બની ગયા છો. મને ખબર પડી છે કે તમે બાળપણમાં તમે કેરી તોડવા નિશાન તાકતા હતા. કેરીથી શરૂ થયેલી તમારી આ યાત્રા ઘણી વિશેષ છે. તમારી આ યાત્રા બાબતે દેશ ઘણું બધું જાણવા ઈચ્છે છે. જો તમે કંઈ જણાવશો તો સારું થશે.

ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનાર ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સની ટુકડી સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી

July 13th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનારા ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સના દળ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા આ પરસ્પર સંવાદ રમતવીરો રમતોમાં ભાગ લે એ પૂર્વે એમને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ હતો. યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર; યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક અને કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ શ્રી ડીંગકો સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

June 10th, 11:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોક્સર શ્રી ડીંગકો સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ફિટ ઇન્ડિયા અભિયાનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 29th, 10:01 am

કેટલાક લોકોને લાગતું હશે કે અમે તો શાળાએ જતા નથી, કોલેજમાં જતા નથી, પરંતુ મોદીજીએ માત્ર વિદ્યાર્થીઓને કેમ કહ્યું. તમે લોકો અહિં આવ્યા છો, ઉંમર કોઇપણ હોય, પરંતુ મને વિશ્વાસ છે તમારી અંદરનો વિદ્યાર્થી જીવિત છે.