ઓર્ડર ઓફ નાઇજરના ગ્રાન્ડ કમાન્ડરના એવોર્ડની સ્વીકૃતિ પર પ્રધાનમંત્રીનું ભાષણ
November 17th, 08:30 pm
હું નાઇજિરિયાના રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી મને સન્માનિત કરવા બદલ આપનો, સરકાર અને નાઇજિરીયાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું નમ્રતા અને આદર સાથે આ સન્માન સ્વીકારું છું. અને, હું આ સન્માન ભારતની 1.4 અબજ જનતાને અને ભારત અને નાઇજીરિયાની વચ્ચેની મજબૂત મૈત્રીને સમર્પિત કરું છું. આ સન્માન આપણને ભારત અને નાઇજીરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત પ્રેરિત કરતું રહેશે.પ્રધાનમંત્રીને રાષ્ટ્રીય પુરસ્કાર - “ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર”થી નવાજવામાં આવ્યા
November 17th, 08:11 pm
સ્ટેટ હાઉસ ખાતે એક સમારોહમાં ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરિયાના પ્રમુખ, મહામહિમ શ્રી બોલા અહેમદ ટીનુબુએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-નાઈજીરિયા સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અદભૂત યોગદાન અને તેમનાં રાજનીતિક કૌશલ્ય માટે રાષ્ટ્રીય પુરસ્કાર - ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર એનાયત કર્યો હતો. પુરસ્કારના પ્રશસ્તિ-પત્રમાં પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેમના પરિવર્તનકારી શાસને બધા માટે એકતા, શાંતિ અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું હોવાનું જણાવ્યું છે.પ્રધાનમંત્રીએ નાઈજીરિયાના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર વાતચીત કરી
November 17th, 06:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17-18 નવેમ્બર, 2024 સુધી નાઇજીરિયાની સત્તાવાર મુલાકાતે છે. તેમણે આજે અબુજામાં નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી બોલા અહમદ ટીનુબુ સાથે સત્તાવાર વાતચીત કરી હતી. સ્ટેટ હાઉસમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું 21 તોપોની સલામી સાથે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ મર્યાદિત બેઠક કરી હતી અને બાદમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ હતી. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ ટીનુબુ સાથેની તેમની ઉષ્માસભર બેઠકને યાદ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે બંને દેશો સહિયારા ભૂતકાળ, સમાન લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેનાં મજબૂત સંબંધો દ્વારા વ્યાખ્યાયિત મૈત્રીપૂર્ણનાં વિશેષ જોડાણનો આનંદ માણે છે. પ્રધાનમંત્રીએ દેશમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે થયેલા વિનાશ માટે રાષ્ટ્રપતિ ટીનુબુને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ટીનુબુએ ભારત દ્વારા સમયસર રાહત સામગ્રી અને દવાઓમાં મદદ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.PM Modi arrives in Abuja, Nigeria
November 17th, 02:00 am
Prime Minister Narendra Modi arrived in Abuja, Nigeria. This is the Prime Minister's first visit to Nigeria. During the visit, PM Modi will hold talks with President Bola Ahmed Tinubu. He will also interact with the Indian community.નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની તેમની પાંચ દિવસીય મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
November 16th, 12:45 pm
મહામહિમ રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર, નાઇજીરીયાની આ મારી પ્રથમ મુલાકાત હશે, જે પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રમાં અમારા નજીકના ભાગીદાર છે. મારી આ યાત્રા એ આપણી વ્યૂહાત્મક ભાગીદારી કે જે લોકશાહી અને બહુલવાદમાં સહિયારી માન્યતા પર આધારિત છે તેના પર નિર્માણ કરવાની તક હશે. હું ભારતીય સમુદાય અને નાઈજીરીયાના મિત્રોને મળવાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જેમણે મને હિન્દીમાં ઉષ્માભર્યા સ્વાગત સંદેશો મોકલ્યા છે.વડાપ્રધાન મોદી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાત લેશે
November 12th, 07:44 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-21 નવેમ્બર સુધી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની સત્તાવાર મુલાકાતે જશે. નાઈજીરીયામાં તેઓ ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા ભારતીય સમુદાયને સંબોધશે. તે બ્રાઝિલમાં G-20 સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન ગયાનામાં વરિષ્ઠ નેતાઓ સાથે વાર્તાલાપ કરશે, સંસદને સંબોધશે અને CARICOM-ભારત સમિટમાં ભાગ લેશે, જેમાં તેઓ કેરેબિયન ક્ષેત્ર સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરશે.ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
September 10th, 07:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જી 20 સમિટ દરમિયાન ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયાના પ્રમુખ મહામહિમ શ્રીમાન બોલા અહેમદ ટીનુબુ સાથે 10 સપ્ટેમ્બર 2023ના રોજ બેઠક યોજી હતી.