ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે: પ્રધાનમંત્રી
November 15th, 11:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવમાં હાજરી આપ્યા બાદ ટિપ્પણી કરી હતી કે ભારતને બોડો સંસ્કૃતિ અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં બોડો લોકોની સફળતા પર ખૂબ ગર્વ છે.નવી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
November 15th, 06:32 pm
આજે કાર્તિક પૂર્ણિમાનો શુભ અવસર છે. આજે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હું દેશભરના લોકોને આ તહેવારની શુભકામનાઓ પાઠવું છું. આજે ગુરુ નાનક દેવજીનું 555મુ પ્રકાશ પર્વ પણ છે. હું આ અવસર પર સમગ્ર રાષ્ટ્રને અને ખાસ કરીને વિશ્વભરના આપણા શીખ ભાઈ-બહેનોને અભિનંદન આપું છું. આજે સમગ્ર દેશ આદિવાસી ગૌરવ દિવસની પણ ઉજવણી કરી રહ્યો છે. આજે સવારે જ મેં બિહારના જમુઈમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હવે સાંજે અહીં પહેલો બોડો મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આસામ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી બોડો સમુદાયના લોકો પ્રથમ બોડોલેન્ડ ફેસ્ટિવલ માટે આવ્યા છે. હું તમામ બોડો મિત્રોને અભિનંદન આપું છું જેઓ અહીં શાંતિ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના નવા ભવિષ્યની ઉજવણી કરવા માટે એકઠા થયા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
November 15th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર બે દિવસીય મેગા ઇવેન્ટ છે, જેનો ઉદ્દેશ શાંતિ જાળવવાનો અને વાઇબ્રન્ટ બોડો સોસાયટીનું નિર્માણ કરવાનો છે.પ્રધાનમંત્રી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદઘાટન કરશે
November 14th, 04:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરનાં રોજ સાંજે 6:30 વાગ્યે નવી દિલ્હીનાં એસએઆઈ ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.