17 નવેમ્બર 2020ના રોજ 3જી વાર્ષિક બ્લૂમ્બર્ગ ન્યૂ ઇકોનોમિક ફોરમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 17th, 06:42 pm
હું, માઇકલ અને તેમની ટીમ દ્વારા બ્લૂમ્બર્ગ પરોપકારીઓ ખાતે કરવામાં આવેલા કામની પ્રસંશા સાથે મારી વાતનો પ્રારંભ કરું છું. ભારતના સ્માર્ટ સિટી મિશનની ડિઝાઇન તૈયાર કરવામાં આ ટીમે આપેલો સહકાર ખૂબ જ સારો છે.પ્રધાનમંત્રીએ રોકાણકારોને જણાવ્યું – શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ માટે ભારત લાભદાયક તકો ધરાવે છે
November 17th, 06:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ કરવા માટે રોકાણકારો માટે લાલ જાજમ પાથરી હતી. ત્રીજા વાર્ષિક બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં વિડિયો કોન્ફરન્સ મારફતે આજે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો તમે શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ કરવા આતુર હોય, તો ભારત તમારા માટે અનેક લાભદાયક તકો ધરાવે છે. જો તમે મોબિલિટી કે પરિવહનમાં રોકાણ કરવા આતુર હોય, તો ભારત તમારા માટે રોમાંચક તકો પૂરી પાડે છે. જો તમે ઇનોવેશનમાં રોકાણ કરવા નજર દોડાવતા હોવ, તો ભારત તમને વિવિધ ઉપયોગી તકો પૂરી પાડે છે. તમને આ તકો જીવંત લોકશાહી સાથે મળે છે. અહીં વ્યવસાયને અનુકૂળ આબોહવા છે. ભારતનું બજાર વિશાળ છે. વળી દેશમાં અત્યારે એવી સરકાર છે, જે ભારતને પસંદગીનું આંતરરાષ્ટ્રીય રોકાણ કેન્દ્ર બનાવવામાં કોઈ કચાશ નહીં રાખે.”