પ્રધાનમંત્રીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવી

November 08th, 08:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ શ્રી એલ.કે. અડવાણીજીને ભારતના સૌથી પ્રશંસનીય રાજનેતાઓમાં ગણાવ્યા જેમણે ભારતના વિકાસને આગળ વધારવા માટે પોતાને સમર્પિત કર્યા છે.

PM Modi expresses gratitude to world leaders for birthday wishes

September 17th, 10:53 pm

The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for birthday wishes today.

Prime Minister Narendra Modi expresses gratitude to President and Vice President for birthday wishes

September 17th, 08:59 pm

The Prime Minister, Shri Narendra Modi has expressed his gratitude to the President and Vice President for birthday wishes.

પ્રધાનમંત્રીએ પરમ પવિત્ર દલાઈ લામાને તેમના 89મા જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી

July 06th, 09:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પવિત્ર દલાઈ લામાને તેમના 89મા જન્મદિવસ નિમિત્તે તેમની શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ પરમ પવિત્ર દલાઈ લામાને ઘૂંટણની સર્જરીમાંથી ઝડપી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે પરમ પવિત્ર દલાઈ લામાના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રી શ્રી એ કેરળના ભૂતપૂર્વ CM VS અચ્યુતાનંદનને 100મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

October 20th, 10:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વી.એસ. અચ્યુતાનંદનને તેમના 100મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ શેર કરનારી દરેક વ્યક્તિનો આભાર માન્યો

September 17th, 10:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક વ્યક્તિનો આભાર માન્યો જેમણે તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છાઓ શેર કરી છે. સમગ્ર ભારત અને વિશ્વમાંથી આજે જે શુભેચ્છાઓ મળી રહી છે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે.

પ્રધાનમંત્રી શ્રીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને અન્ય વિશ્વ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો

September 17th, 10:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અન્ય વિશ્વ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ શ્રી એલકે અડવાણીની મુલાકાત લઈને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

November 08th, 02:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એલ કે અડવાણીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માટે મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી આજે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળને મળ્યા

September 19th, 03:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ તેમનો જન્મદિવસ આપણા અર્થતંત્ર, સમાજ અને પર્યાવરણને આવરી લેતા કાર્યક્રમોમાં હાજરી આપીને વિતાવ્યો

September 17th, 10:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમનો જન્મદિવસ અર્થતંત્ર, સમાજ અને પર્યાવરણને આવરી લેતા કાર્યક્રમોમાં હાજરી આપીને વિતાવ્યો હતો. તેમણે શુભેચ્છાઓ અને સ્નેહ માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો.

પીએમએ દલાઈ લામાને તેમના 87મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

July 06th, 12:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે દલાઈ લામાને તેમના 87મા જન્મદિવસ પર ફોન પર શુભેચ્છા પાઠવી છે. તેમણે દલાઈ લામાના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વિશ્વના અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો

September 17th, 08:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વિશ્વના અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 28th, 10:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ વૈભવ 2020 સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું

October 02nd, 06:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિદેશી અને નિવાસી ભારતીય સંશોધકો અને શિક્ષણવિદોના વૈશ્વિક વર્ચ્યુઅલ સંમેલન ‘વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (વૈભવ) સંમેલન’ના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, “વધુ સંખ્યામાં યુવાનો વિજ્ઞાનમાં રસ લે તે વર્તમાન સમયની માંગ છે. તે માટે, આપણે અવશ્યપણે ઇતિહાસના વિજ્ઞાન અને વિજ્ઞાનના ઇતિહાસથી ખૂબ સારી રીતે વાકેફ થવું જરૂરી છે.”

ઝુંઝનૂંમાં રાષ્ટ્રીય પોષણ મિશનના ઉદ્ઘાટન અને બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમના વિસ્તૃતીકરણ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળ પાઠ

March 08th, 02:51 pm

આજે 8 માર્ચ, સમગ્ર વિશ્વ 100 વર્ષથી પણ વધુ સમયથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રૂપમાં આની સાથે જોડાયેલ છે. પરંતુ આજે સમગ્ર હિન્દુસ્તાન ઝુંઝનૂં સાથે જોડાઈ ગયું છે. દેશના દરેક ખૂણામાં ટેકનોલોજીની મદદથી આ ઝુંઝનૂંનું ભવ્ય દ્રશ્ય સમગ્ર દેશના ખૂણે ખૂણામાં પહોંચી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં ઝુંઝુનૂંમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનનો શુભારંભ કરાવ્યો અને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનને વિસ્તારિત કર્યું

March 08th, 02:50 pm

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં ઝુંઝુનૂંમાં રાષ્ટ્રીય પોષણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો અને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનને વિસ્તારિત કર્યું હતું.

Social Media Corner for 25 December 2017

December 25th, 07:07 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

નોઇડા અને દિલ્હીને જોડતી નવી મેટ્રો લિન્કનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

December 25th, 01:50 pm

આજે આખું વિશ્વ નાતાલનો તહેવાર ઉજવણી રહ્યું છે. ભગવાન ઈશુનો પ્રેમ અને કરુણાનો સંદેશ માનવજાતનાં કલ્યાણનો એક ઉત્તમ માર્ગ છે. વિશ્વમાં નાતાલનાં આ પુણ્યપાવન પર્વ પર ખૂબ ખૂભ શુભેચ્છા. આજે બે ભારતરત્નનો પણ જન્મદિવસ છે. એક, ભારતરત્ન મહામના મદન મોહન માલવીયજી અને બીજા, ભારતરત્ન અટલ બિહારી વાજપેયીજી.

પ્રધાનમંત્રીએ નોઇડા અને દિલ્હી વચ્ચે નવી મેટ્રો લિન્કનું ઉદ્ઘાટન કર્યું

December 25th, 01:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નોઇડા અને દિલ્હી વચ્ચે નવી મેટ્રો લિંકનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ નોઇડામાં બોટનિકલ ગાર્ડનને દક્ષિણ દિલ્હીમાં કાલ્કાજી મંદિર સાથે જોડતી દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇનનું ઉદ્ઘાટન કરવાનાં પ્રતીક સ્વરૂપે બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પર તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે મેટ્રો ટ્રેનમાં ટુંકો પ્રવાસ પણ કર્યો હતો અને પછી જનસભાનાં સ્થળે સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમનાં જન્મદિવસે શુભેચ્છા પાઠવી

December 25th, 09:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમનાં જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી.