પર્યાવરણને ન્યાય સુનિશ્ચિત બનાવવા ઇન્ટરનેશનલ સોલર અલાયન્સે એક વિશાળ મંચ તૈયાર કર્યો છે: વડાપ્રધાન મોદી

October 02nd, 08:17 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કર્યું હતું. ISAની પ્રથમ બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મારું માનવું છે કે OPEC આજે જે ભૂમિકા ભજવી રહ્યું છે તે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આવનારા સમયમાં ભજવશે જ્યાં સુધી વિશ્વની ઉર્જા માંગનો પ્રશ્ન છે. આજે જે ભૂમિકા તેલના કુવાઓ ભજવી રહ્યા છે તે એક દિવસ સૂર્યકિરણો દ્વારા ભજવવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ મહાસભાનું ઉદઘાટન કર્યું

October 02nd, 08:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ મહાસભાનું ઉદઘાટન કર્યું હતું. આ જ કાર્યક્રમમાં આઇઓઆરએ પુનઃપ્રાપ્ય ઊર્જાની બીજી મંત્રીમંડળીય બેઠક અને બીજી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ (રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્ષ્પો)નું ઉદઘાટન પણ થયું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેજ઼ ઉપસ્થિત રહ્યા હતા.