7, લોક કલ્યાણ માર્ગ ખાતે નાતાલના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

December 25th, 02:28 pm

આ ખાસ અને પવિત્ર અવસર પર તમે બધા મારાં નિવાસસ્થાને આવ્યા છો તે મારા માટે ખૂબ જ આનંદદાયક છે. જ્યારે ઈન્ડિયન માઈનોરિટી ફાઉન્ડેશને પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધા સાથે મળીને નાતાલની ઉજવણી કરીએ, ત્યારે મેં તેમને કહ્યું કે મારે ત્યાં મનાવીએ, અને તેમાંથી આ કાર્યક્રમ બની ગયો. તેથી તે મારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. અનિલજીએ મને ખૂબ મદદ કરી, હું તેમનો પણ ખાસ આભારી છું. આમ, મેં તેને ખુશીથી સ્વીકારી લીધું હતું. આ પહેલ માટે હું લઘુમતી ફાઉન્ડેશનનો પણ ખૂબ આભારી છું.

પ્રધાનમંત્રીએ નાતાલનાં પ્રસંગે ખ્રિસ્તી સમુદાય સાથે વાતચીત કરી

December 25th, 02:00 pm

દરેકને, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ આ ખૂબ જ ખાસ અને પવિત્ર પ્રસંગે તેમની સાથે જોડાવા બદલ હાજર રહેલા દરેકનો આભાર માન્યો. તેમણે ભારતીય લઘુમતી ફાઉન્ડેશનના નાતાલની ઉજવણીના પ્રસ્તાવને સાથે મળીને સ્વીકારવામાં આનંદ વ્યક્ત કર્યો હતો અને આ પહેલ બદલ તેમનો આભાર માન્યો હતો. લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાય સાથે પોતાના ગાઢ અને ઉષ્માભર્યા સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે ખ્રિસ્તી સમુદાય અને તેમનાં નેતાઓ સાથે અવારનવાર થતી બેઠકો. થોડા વર્ષો પહેલા જ પવિત્ર પોપ સાથેની તેમની વાતચીતને ખૂબ જ યાદગાર ક્ષણ તરીકે ગણાવીને પ્રધાનમંત્રીએ પૃથ્વીને વધુ સારી જગ્યા બનાવવા માટે સામાજિક સંવાદિતા, વૈશ્વિક બંધુત્વ, આબોહવામાં પરિવર્તન અને સમાવેશી વિકાસ જેવા મુદ્દાઓ પરની ચર્ચાઓ પર પ્રકાશ પાડ્યો હતો.