પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા અને મહારાણીનું સ્વાગત કર્યું
December 05th, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના મહારાણી જેત્સુન પેમા વાંગચુકનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ તેમના મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ચ 2024માં તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ભૂટાનની સરકાર અને લોકો દ્વારા અપાયેલ અપવાદરૂપે ઉષ્માભર્યા આતિથ્યને સ્નેહપૂર્વક યાદ કર્યું હતું.ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ એ ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે : પ્રધાનમંત્રી
October 21st, 08:08 pm
ભૂટાનના PM શેરિંગ તોબગેની ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ પરની સવારી અંગે આનંદ વ્યક્ત કરતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ એ ભારતના ટકાઉપણું વધારવા અને આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવાના પ્રયાસોનો એક ભાગ છે.ભૂટાન ભારતનું ખૂબ જ ખાસ મિત્ર છે અને અમારો સહયોગ આવનારા સમયમાં વધુ સારો થતો રહેશેઃ પ્રધાનમંત્રી
October 21st, 07:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના પીએમ શેરિંગ તોબગે સાથે મુલાકાત કરી અને ટિપ્પણી કરી કે ભૂટાન ભારતનું ખૂબ જ ખાસ મિત્ર છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 09:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર વિશ્વના નેતાઓની અભિનંદન અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.ભૂતાનના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા
June 06th, 02:56 pm
ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબગેએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને 18મી લોકસભાની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી તોબગેએ છેલ્લા દાયકામાં પ્રધાનમંત્રી મોદીનાં દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી હતી અને ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી.ભૂટાનના રાજા દ્વારા પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા
June 05th, 08:05 pm
ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને 18મી લોકસભા ચૂંટણીમાં NDAની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મહામહિમ રાજાએ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતના લોકોની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ ભૂટાનના મહામહિમ રાજા સાથે મુલાકાત કરી
March 22nd, 06:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિમ્પુમાં ભૂટાનના મહામહિમ રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી. પારોથી થિમ્પુ સુધીના પ્રવાસ દરમિયાન લોકોએ તેમનું અભિવાદન કરતાં પ્રધાનમંત્રીએ તેમના અસાધારણ જાહેર સ્વાગત બદલ મહામહિમનો આભાર માન્યો હતો.Bilateral meeting of Prime Minister with Prime Minister of Bhutan and Exchange of MoUs
March 22nd, 06:30 pm
Prime Minister Narendra Modi met H.E. Tshering Tobgay, Prime Minister of Bhutan in Thimphu over a working lunch hosted in his honour. The Prime Minister thanked Prime Minister Tobgay for the exceptional public welcome accorded to him, with people greeting him all along the journey from Paro to Thimphu. The two leaders held discussions on various aspects of the multi- faceted bilateral relations and forged an understanding to further enhance cooperation in sectors such as renewable energy, agriculture, youth exchange, environment and forestry, and tourism.List of Outcomes : State visit of Prime Minister Shri Narendra Modi to Bhutan
March 22nd, 03:10 pm
Both India and Bhutan agreed on MoUs ranging across sectors also having agreed on and initialled the text of the MoU on Establishment of Rail Links between India and Bhutan. The MoU provides for establishment of two proposed rail links between India and Bhutan, including the Kokrajhar-Gelephu rail link and Banarhat-Samtse rail link and their implementation modalities.પ્રધાનમંત્રી ભૂતાન પહોંચ્યા
March 22nd, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22-23 માર્ચ 2024 સુધી ભૂતાનની રાજકીય યાત્રા અંતર્ગત આજે પારો પહોંચ્યા. આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને મહત્વ આપે છે.પ્રધાનમંત્રી ભૂટાનની મુલાકાતે (માર્ચ 21-22, 2024)
March 22nd, 08:06 am
મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેરિંગ તોબગે સાથે પણ વાતચીત કરશે.પ્રધાનમંત્રીએ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
March 15th, 10:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે સાથે મુલાકાત કરી હતી.શ્રીલંકા અને મોરેશિયસમાં યૂપીઆઈ સેવાઓના લોન્ચ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
February 12th, 01:30 pm
મહામહિમ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેજી, તમારા મહામહિમ પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથજી, ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરજી, શ્રીલંકા, મોરેશિયસ અને ભારતની સેન્ટ્રલ બેંકોના ગવર્નરો અને આજના આ મહત્વપૂર્ણ સમારોહ સાથે સંકળાયેલા તમામ સાથીદારો!પ્રધાનમંત્રીએ મોરેશિયસનાં પ્રધાનમંત્રી અને શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સાથે સંયુક્તપણે યુપીઆઈ સેવાઓનું ઉદઘાટન કર્યું
February 12th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રીએ ભૂતાનમાં સંસદીય ચૂંટણી જીતવા બદલ મહામહિમ શેરિંગ તોબગે અને પી.ડી.પીને અભિનંદન પાઠવ્યા
January 09th, 10:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતાનમાં સંસદીય ચૂંટણી જીતવા બદલ શેરિંગ તોબગે અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી
November 06th, 11:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકનું ભારતમાં હાર્દિક સ્વાગત કર્યું છે.પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 04:21 pm
પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યોપ્રધાનંત્રીએ ચંદ્રયાન માટે શુભેચ્છાઓ બદલ ભૂટાનના પીએમનો આભાર માન્યો
July 16th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3 ના સફળ પ્રક્ષેપણ માટે આપેલી શુભેચ્છાઓ બદલ ભૂટાનના પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે.ગુજરાતના ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન ખાતે પીએમના સંબોધનનો મૂળપાઠ
May 12th, 10:31 am
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી અને જીવનભર પોતાનો પરિચય શિક્ષક તરીકે કરાવનાર પરશોત્તમ રૂપાલાજી, ભારતની સંસદની છેલ્લી ચૂંટણીમાં, દેશમાં , સમગ્ર દેશમાં વધુ મતો મેળવીને જીતેલા શ્રી સી.આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સભ્યો, દેશના ખૂણે ખૂણેથી આવેલા આદરણીય શિક્ષકો, બહેનો અને સજ્જનો!