પ્રધાનમંત્રીએ યુક્રેનને ભીષ્મ ક્યુબ્સ અર્પણ કર્યા
August 23rd, 06:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુક્રેન સરકારને ચાર ભીષ્મ (સહયોગ હિતા અને મૈત્રી માટે ભારત સ્વાસ્થ્ય પહેલ) ક્યુબ્સ અર્પણ કર્યા. યુક્રેનના રાષ્ટ્રપતિ એચ.ઇ. શ્રી વોલોડીમીર ઝેલેન્સકીએ માનવતાવાદી સહાય માટે વડા પ્રધાનનો આભાર માન્યો. ક્યુબ્સ ઘાયલોની ઝડપી સારવારમાં મદદ કરશે અને કિંમતી જીવન બચાવવામાં ફાળો આપશે.