દરેક વ્યક્તિ મહત્ત્વની છે: મન કી બાત દરમિયાન PM મોદી

April 30th, 11:32 am

આજે પોતાની મન કી બાત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રેડ બીકનને લીધે દેશમાં VIP સંસ્કૃતિ ફૂલીફાલી હતી. PMએ ઉમેર્યું હતું કે, “જ્યારે આપણે ન્યુ ઇન્ડિયાની વાત કરીએ છીએ ત્યારે VIPના સ્થાને EPI વધારે મહત્ત્વનો છે. EPIનો મતલબ એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટન્ટ.” PMએ આગ્રહ કર્યો હતો કે લોકો પોતાના વેકેશનનો ઉપયોગ નવા અનુભવો પામીને, નવું કૌશલ્ય પ્રાપ્ત કરીને અને નવી જગ્યાઓ પર જઈને કરે. તેમણે ઉનાળાની લંબાઈ, BHIM એપ તેમજ ભારતની સમૃધ્ધ વિવિધતા પર પણ લંબાણપૂર્વક વાતો કરી હતી.

મહારાષ્ટ્રના નાગપુરમાં વિવિધ સરકારી કાર્યક્રમો અને યોજનાઓના પ્રારંભ બાદ જાહેર સભાને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 14th, 02:31 pm

ધમ: ચક્ર પરાવર્તને ચ કાર્ય, ય: દીક્ષા ભૂમિવર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને કેલા ય: ભૂમીલા માઝે પ્રણામ. કાશી પ્રાચીન જ્ઞાન નાગરિયા હૈ, નાગપુર બનુ સકતા ક્યા?

પ્રધાનમંત્રી નાગપુરમાં

April 14th, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડો. બાબસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતીના પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.