ગૃહના અધ્યક્ષની ચૂંટણી પછી 18મી લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 26th, 11:30 am

મારા તરફથી તમને શુભેચ્છાઓ, પરંતુ આ સમગ્ર ગૃહ તરફથી પણ તમને ઘણી બધી શુભેચ્છાઓ. અમૃતકાલના આ મહત્વપૂર્ણ સમયગાળામાં, તમને બીજી વખત આ પદ સંભાળવાની મોટી જવાબદારી મળી છે અને તમારો પાંચ વર્ષનો અનુભવ અને તમારી સાથે અમારો પાંચ વર્ષનો અનુભવ, અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષ અમારા સૌનું માર્ગદર્શન પણ કરશો અને દેશની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આ ગૃહમાં તમારી જવાબદારી નિભાવવામાં તમે મોટી ભૂમિકા ભજવશો.

પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષની ચૂંટણી બાદ ગૃહમાં સંબોધન કર્યું

June 26th, 11:26 am

પ્રધાનમંત્રીએ શ્રી બિરલાને સતત બીજી મુદત માટે સ્પીકરનો હોદ્દો સંભાળવાનું સ્વાગત કર્યું. તેમણે અધ્યક્ષને ગૃહ તરફથી શુભકામનાઓ પાઠવી હતી. અમૃત કાલ દરમિયાન શ્રી બિરલાએ બીજી વખત કાર્યભાર સંભાળ્યો એનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, તેમનો પાંચ વર્ષનો અનુભવ અને તેમની સાથેનો સભ્યોનો અનુભવ આ મહત્ત્વપૂર્ણ સમયમાં પુનઃપસંદ થયેલા અધ્યક્ષને ગૃહનું માર્ગદર્શન આપવા સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ અધ્યક્ષના શાંત અને નમ્ર વ્યક્તિત્વ અને તેમના હાસ્યની પ્રશંસા કરી જે તેમને ગૃહના સંચાલનમાં મદદ કરે છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 એ આપણા ઈતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે: પ્રધાનમંત્રી

December 21st, 09:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023, ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 પસાર કરવાની પ્રશંસા કરી છે અને તેને ભારતના ઇતિહાસની એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે રેખાંકિત કર્યું કે આ બિલો સમાજના ગરીબ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને નબળા વર્ગો માટે ઉન્નત સુરક્ષા સુનિશ્ચિત કરે છે જ્યારે સંગઠિત અપરાધ, આતંકવાદ અને આવા અન્ય ગુનાઓ પર પણ ભારે ઘટાડો કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કાનૂની સુધારાઓ અમૃત કાળમાં વધુ સુસંગત અને સહાનુભૂતિ પ્રેરિત કરવા માટે ભારતના કાનૂની માળખાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. તેમણે રાજ્યસભામાં ત્રણ બિલો પર ચર્ચા કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો વીડિયો પણ શેર કર્યો હતો.