ભારત ટેક્સ 2024, નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 11:10 am
કેબિનેટમાં મારા સાથીદારો, પીયૂષ ગોયલ જી, દર્શના જરદોશજી, વિવિધ દેશોના રાજદૂતો, વરિષ્ઠ રાજદ્વારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારીઓ, ફેશન અને ટેક્સટાઈલ જગત સાથે સંકળાયેલા તમામ મિત્રો, યુવા ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થીઓ, આપણા વણકરો અને આપણા કારીગર મિત્રો, દેવીઓ અને સજ્જનો! ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા ભારત ટેક્સ પર આપ સૌને અભિનંદન! આજનો પ્રસંગ પોતાનામાં ખૂબ જ ખાસ છે. ખાસ કરીને કારણ કે તે ભારતના બે સૌથી મોટા પ્રદર્શન કેન્દ્રો, ભારત મંડપમ અને યશોભૂમિમાં એક સાથે થઈ રહ્યું છે. આજે 3 હજારથી વધુ પ્રદર્શકો...100 દેશોમાંથી લગભગ 3 હજાર ખરીદદારો...40 હજારથી વધુ વેપાર મુલાકાતીઓ...આ ઇવેન્ટ સાથે એકસાથે સંકળાયેલા છે. આ ઈવેન્ટ ટેક્સટાઈલ ઈકોસિસ્ટમના તમામ હિતધારકો અને સમગ્ર મૂલ્ય શૃંખલાને એકસાથે આવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું
February 26th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે દેશમાં આયોજિત થનારા સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમોમાંના એક એવા ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની પણ ઝાંખી કરાવી હતી.પ્રધાનમંત્રી 26 ફેબ્રુઆરીનાં રોજ ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કરશે
February 25th, 03:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:30 કલાકે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે દેશમાં આયોજિત થનાર સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમોમાંનો એક ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કરશે.