પ્રધાનમંત્રી 12 જુલાઇએ દેવઘર અને પટનાની મુલાકાત લેશે
July 09th, 09:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જુલાઇ, 2022ના રોજ દેવઘર અને પટનાની મુલાકાત લેશે. આશરે બપોરે 1.15 વાગે, પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,000 કરોડથી પણ વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.40 વાગે, પ્રધાનમંત્રી બાર જ્યોર્તિલિંગો પૈકીના એક બાબા બૈદ્યનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરશે. સાંજે 6.00 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી પટનામાં બિહાર વિધાનસભાની શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કરશે.પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે
February 12th, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ અને કેરળ રાજ્યની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 કલાકે પ્રધાનમંત્રી ચેન્નઇ ખાતે ઘણી બધી મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે તેમજ અર્જૂન મુખ્ય યુદ્ધ ટેન્ક (MK-1A) સૈન્યને અર્પણ કરશે. બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી કોચી ખાતે રાષ્ટ્રને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓથી બંને રાજ્યોની વિકાસની આગેકૂચમાં નોંધનીય વેગ ઉમેરાશે અને વિકાસની સંપૂર્ણ સંભાવ્યતાઓ સાર્થક કરવાની ગતિમાં વધારો કરવામાં મદદ મળશે.