નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 02nd, 04:31 pm
હમણાં જ હું પિયુષજીને સાંભળી રહ્યો હતો, તેઓ કહેતા હતા કે તમે આવો તો અમારું મનોબળ વધી જાય છે. પણ હું જોઇ રહ્યો હતો કે અહીં તો બધા હોર્સ પાવરવાળા લોકો બેઠા છે. ત્યારે નક્કી થઈ ગયું કે કોને ક્યાંથી મનોબળ મળવાનું છે. સૌ પ્રથમ તો હું આ શાનદાર આયોજન કરવા બદલ ઓટોમોટિવ ઉદ્યોગને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. હું આજે દરેક સ્ટોલની મુલાકાત તો લઈ શક્યો નથી, પરંતુ મેં જેટલા પણ સ્ટોલ જોયા, તે ખૂબ જ પ્રભાવિત કરનારા હતા. આપણા દેશમાં આ બધું થઈ રહ્યું છે, આપણે તેને જોઈએ છે તો વધુ આનંદ અનુભવીએ છીએ. મેં તો ક્યારેય કાર ખરીદી નથી, તેથી મને કોઈ અનુભવ નથી, કારણ કે મેં ક્યારેય સાયકલ પણ ખરીદી નથી. હું દિલ્હીના લોકોને પણ કહીશ કે આ એક્સ્પો જોવા જરૂર આવે. આ આયોજન મોબિલિટી કોમ્યુનિટી અને સમગ્ર સપ્લાય ચેનને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવે છે. હું ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કદાચ તમારામાંથી કેટલાક લોકોને યાદ હશે કે જ્યારે મારો પ્રથમ કાર્યકાળ હતો, ત્યારે મેં વૈશ્વિક સ્તરની એક મોબિલિટી કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. અને જો તમે તે સમયની વાતો-વસ્તુઓ કાઢીને જોશો તો શા માટે આપણે બૅટરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આપણે ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો તરફ કેવી રીતે આગળ વધવું જોઈએ, આ બધા વિષયો પર બહુ વિસ્તારપૂર્વક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, વૈશ્વિક નિષ્ણાતો આવ્યા હતા. અને આજે મારા બીજા કાર્યકાળમાં હું જોઈ રહ્યો છું કે ઘણી સારી પ્રગતિ થઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે ત્રીજી ટર્મમાં... સમજદારને ઈશારો પૂરતો હોય છે. અને તમે લોકો તો મોબિલિટી- ગતિશીલતાની દુનિયામાં છો, તેથી આ ઈશારો ઝડપથી દેશમાં પહોંચશે.પ્રધાનમંત્રીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024ને સંબોધન કર્યું
February 02nd, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતનાં સૌથી મોટા અને આ પ્રકારનાં સૌપ્રથમ મોબિલિટી પ્રદર્શન – ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024નાં કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે એક્સ્પોનો વોકથ્રુ પણ લીધો હતો. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં મોબિલિટી અને ઓટોમોટિવ વેલ્યુ ચેઇનમાં ભારતની ક્ષમતાઓ દર્શાવવામાં આવી છે અને પ્રદર્શનો, પરિષદો, બાયર-સેલર મીટ, રાજ્ય સત્રો, માર્ગ સલામતી પેવેલિયન અને ગો-કાર્ટિંગ જેવા જાહેર-કેન્દ્રિત આકર્ષણો યોજાશે.પ્રધાનમંત્રી 2 ફેબ્રુઆરીએ ભારતના સૌથી મોટા અને તેના પ્રકારનું પ્રથમ મોબિલિટી પ્રદર્શન - ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં કાર્યક્રમને સંબોધિત કરશે
February 01st, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ફેબ્રુઆરી, 2024ના રોજ સાંજે 4:30 વાગ્યે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે ભારતના સૌથી મોટા અને તે પ્રકારના પ્રથમ મોબિલિટી પ્રદર્શન - ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024 - કાર્યક્રમને સંબોધશે.