India is not a follower but a first mover: PM Modi in Bengaluru
April 20th, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.PM Modi addresses public meetings in Chikkaballapur & Bengaluru, Karnataka
April 20th, 03:45 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Chikkaballapur and Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનાં શુભારંભ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
October 26th, 10:59 pm
ગોવાના રાજ્યપાલ શ્રીમાન પી એસ શ્રીધરન પિલ્લઈજી, અહીંના લોકપ્રિય અને યુવાન, ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંદજી, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મંચ પર ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બહેન પી ટી ઉષાજી, દેશના ખૂણેખૂણામાંથી આવેલા મારા તમામ ખેલાડી સાથીદારો, તેમને સાથસહકાર આપતા કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ અને નવયુવાન મિત્રો, ભારતીય ખેલના મહાકુંભની મહાસફર આજે ગોવી આવી ગઈ છે. દરેક તરફ રંગ છે..તરંગ છે...રોમાંચ છે...એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. ગોવાની હવાની વાત જ અલગ છે. તમને તમામને 37મા રાષ્ટ્રીય રમતોત્સવ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, અતિ શુભેચ્છાઓ.પ્રધાનમંત્રી શ્રીએ ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
October 26th, 05:48 pm
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રમત-ગમતના મહાકુંભની સફર ગોવામાં આવી પહોંચી છે અને વાતાવરણ રંગો, તરંગો, ઉત્સાહ અને સાહસથી ભરેલું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગોવાની આભા જેવું બીજું કશું જ નથી. તેમણે ગોવાનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં અને 37માં રાષ્ટ્રીય રમતોત્સવ પર શુભેચ્છાપાઠવી હતી. પ્રધાનમંત્રીએ દેશની રમતગમતમાં ગોવાનાં પ્રદાનને રેખાંકિત કર્યું હતું અને ગોવાનાં ફૂટબોલ પ્રત્યેનાં પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રમતગમતને ચાહતા ગોવામાં રાષ્ટ્રીય રમતો યોજાઈ રહી છે, એ હકીકત સ્વયંમાં ઊર્જાવાન છે.ભારતના 1લા પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરના ઉદ્ઘાટન અને નમો ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 04:35 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી ભાઈ યોગી આદિત્યનાથ જી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો હરદીપ સિંહ પુરી જી, વી.કે. સિંહજી, કૌશલ કિશોરજી, અન્ય તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત વરિષ્ઠ લોકો મહાનુભાવો અને મારા પરિવારના સભ્યો.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદમાં ભારતની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ કરાવ્યો
October 20th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી નમો ભારત રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી, જેનાં પરિણામે ભારતમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ થયો હતો. શ્રી મોદીએ બેંગાલુરુ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના બે પટ્ટા રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.પ્રધાનમંત્રી 20 ઓક્ટોબરનાં રોજ ભારતની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ કરશે
October 18th, 04:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરનાં રોજ સવારે 11:15 વાગ્યે ઉત્તરપ્રદેશનાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કરશે. તેઓ સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે, જેનાં પ્રતીક સ્વરૂપે ભારતમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ થશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 12 વાગે સાહિબાબાદમાં એક જાહેર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે, જ્યાં તેઓ દેશમાં આરઆરટીએસના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે. ઉપરાંત તેઓ બેંગાલુરુ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના બે પટ્ટા પણ દેશને સમર્પિત કરશે.