"ભારતે સુશાસન, અહિંસા અને સત્યાગ્રહનો સંદેશ આપ્યો: PM"

April 29th, 01:13 pm

બાસવ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં સંબોધન કરતા PM મોદીએ જણાવ્યું હતું કે ભારતનો ઈતિહાસ એ માત્ર પરાજયો, ગરીબી અને સંસ્થાનવાદ જ નથી પરંતુ તેણે સુશાસન, અહિંસા અને સત્યાગ્રહનો સંદેશ પણ આપ્યો છે. તેમણે એ બાબતનો આશાવાદ દર્શાવ્યો હતો કે મુસ્લિમ સમાજમાંથી જ સુધારાવાદીઓ ઉભા થશે અને તેઓ કેટલીક મુસ્લિમ મહિલાઓના ટ્રીપલ તલાકને લીધે ઉભા થતા દુઃખોનો અંત આણશે. તેમણે મુસ્લિમ સમાજને આ વિષય રાજકારણના ચશ્માંથી ન જોવાની વિનંતી કરી હતી.

PM મોદીએ આંતરરાષ્ટ્રીય બાસવ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

April 29th, 01:08 pm

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાસવ જયંતિ 2017 અને બાસવ સમિતિની સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે એક સંમેલનને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે PM મોદીએ ભારતનાસંતો અને મહંતોના સમૃધ્ધ ઈતિહાસ અંગે વાત કરી હતી જેણે સામાજીક બદલાવ અને પરિવર્તન માટે સમયાંતરે શોધ કરી હતી.