સોશિયલ મીડિયા કોર્નર 10 એપ્રિલ 2017
April 10th, 08:29 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ચંપારન સત્યાગ્રહના 100 વર્ષ નિમિત્તે સંવાદાત્મક ડિજિટલ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 10th, 06:21 pm
આજે આપણે 20મી સદીના એક મહાન ઘટનાક્રમના સમારોહનો શુભારંભ કરવા માટે એકઠા થયા છીએ. 100 વર્ષ પહેલા આજનો જ દિવસ હતો, જયારે ગાંધીજી પટના પહોંચ્યા હતા, અને ચંપારનની પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. ચંપારનની જે ધરતીને ભગવાન બુદ્ધના પ્રવચનોના આશીર્વાદ મળ્યા હતા, જે ધરતી માતા સીતાના પિતા, જનકના રાજ્યનો ભાગ રહીચૂકી હતી, ત્યાંના ખેડૂતો અત્યંત કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.ચંપારનના ખેડૂતોને, શોષિતોને, પીડિતોને ગાંધીજીએ માત્ર એક રસ્તો જ નહોતો દેખાડ્યો, પરંતુ સમગ્ર દેશને એ અહેસાસ કરાવ્યો કે શાંતિપૂર્ણ સત્યાગ્રહની શું તાકાત હોય છે.ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષઃ પ્રધાનમંત્રી આવતીકાલે સ્વચ્છાગ્રહ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે; નાગરિકોને સ્વચ્છાગ્રહી બનવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા અપીલ
April 09th, 08:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા ગાંધીએ ચંપારણમાં કરેલ સત્યાગ્રહના પ્રથમ પ્રયોગના 100 વર્ષની ઉજવણી કરવા રાષ્ટ્રીય રાજધાનીમાં ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની’ પ્રદર્શનનું ઉદ્ગાટન કરશે. તેઓ આ પ્રસંગે ‘ઓનલાઇન ઇન્ટરેક્ટિવ ક્વિઝ’ પણ લોન્ચ કરશે, જેનું આયોજન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.