પોહરાદેવીમાં બંજારા વિરાસત મ્યુઝિયમ એ બંજારા સંસ્કૃતિની ઉજવણીનો પ્રશંસનીય પ્રયાસ છેઃ પ્રધાનમંત્રી

October 05th, 04:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પોહરાદેવીમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ઈતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે શોખ ધરાવતા તમામ લોકોને મ્યુઝિયમની મુલાકાત લેવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રી 5 ઓક્ટોબરનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે

October 04th, 05:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ વાશિમ જશે અને સવારે 11:15 વાગ્યે તેઓ પોહરાદેવી ખાતે જગદંબા માતાના મંદિરમાં દર્શન કરશે. તેઓ વાશિમમાં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિઓ પર પણ શ્રદ્ધાંજલિ આપશે. જે બાદ સવારે 11:30 વાગ્યે પ્રધાનમંત્રી બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદઘાટન કરશે, જે બંજારા સમુદાયની સમૃદ્ધ વિરાસતની ઉજવણી કરશે. બપોરે લગભગ 12 વાગ્યે તેઓ લગભગ 23,300 કરોડ રૂપિયાના કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત અનેક પહેલનો શુભારંભ કરશે. સાંજે લગભગ 4 વાગ્યે પ્રધાનમંત્રી થાણેમાં 32,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યાની આસપાસ બીકેસી મેટ્રો સ્ટેશનથી તેઓ બીકેસીથી આરે જેવીએલઆર, મુંબઈ સુધી દોડનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ બીકેસી અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે મેટ્રોમાં મુસાફરી પણ કરશે.