પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના આદર્શોની પ્રશંસા કરી

March 05th, 09:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બુદ્ધના આદર્શોને બિરદાવ્યા હતા, થાઈલેન્ડના બેંગકોકમાં લાખો ભક્તો દ્વારા 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ, 2024 સુધી ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો અરહંત સરિપુત્ત અને અરહંત મહા મોગલ્લનાના પવિત્ર અવશેષોને વંદન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ બેંગકોકમાં પેરા એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે ભારતીય પેરા તીરંદાજી ટીમને અભિનંદન પાઠવ્યા

November 23rd, 10:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પેરા તીરંદાજી ટીમને બેંગકોકમાં પેરા એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી મોદી વિયેતનામનાં પ્રધાનમંત્રીને મળ્યાં

November 04th, 08:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 નવેમ્બર, 2019નાં રોજ ભારત-આસિયાન અને ઇસ્ટ એશિયા સમિટની સાથે-સાથે વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુહાન ફૂકને પણ મળ્યાં હતાં.

પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રીને મળ્યાં

November 04th, 07:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 નવેમ્બર, 2019નાં રોજ બેંગકોકમાં આયોજિત ભારત-આસિયાન તથા પૂર્વ એશિયા શિખર સંમેલન 2019ની સાથે સાથે ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કૉટ મોરિસને મળ્યાં હતાં.

પ્રધાનમંત્રી બેંગકોકમાં ઇસ્ટ એશિયા અને આરસીઇપી શિખર સંમેલનમાં સહભાગી થશે

November 04th, 11:54 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં ઇસ્ટ એશિયા અને આરસીઇપી શિખર સંમેલનની બેઠકમાં સહભાગી થશે. ઉપરાંત તેઓ જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબે, વિયેતનામનાં પ્રધાનમંત્રી ન્ગુયેન ઝુહાન ફુક અને ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસનને બેંગકોકમાં મળશે અને ત્યારબાદ તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે.

પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા

November 04th, 11:43 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગકોકમાં પૂર્વી એશિયા સમિટની સાથે-સાથે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા હતા.આ ચર્ચાઓ આ વર્ષના અંતે ભારત-જાપાન 2 + 2 સંવાદ અને વાર્ષિક સમિટ માટેના ભૂમિકા તૈયાર કરવા પર કેન્દ્રિત હતી.

બેંગકોકમાં આસિયાન-ઇન્ડિયા શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીની દ્વિપક્ષીય બેઠકો

November 04th, 11:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના પ્રધાનમંત્રી પ્રયૂત ચાન-ઓ-ચા તથા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે અલગ-અલગ બેઠક યોજી હતી.

પ્રધાનમંત્રીની મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર સાથે મુલાકાત

November 03rd, 06:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 03 નવેમ્બર, 2019નાં રોજ આસિયાન-ભારત શિખર સંમેલનની સાથે-સાથે મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કીને મળ્યાં હતાં. સપ્ટેમ્બર, 2017માં પોતાની અગાઉની મુલાકાત અને જાન્યુઆરી, 2018માં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલન દરમિયાન ભારતમાં સ્ટેટ કાઉન્સેલરની મુલાકાતને યાદ કરીને બંને નેતાઓએ બંન દેશો વચ્ચે આવશ્યક ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિને મળ્યાં

November 03rd, 06:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં આસિયાન/ઈએએસ સંબંધિત બેઠકો દરમિયાન 3 નવેમ્બર, 2019નાં રોજ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીની થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે બેઠક

November 03rd, 06:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 નવેમ્બર, 2019નાં રોજ 35માં આસિયાન શિખર સંમેલન, 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન (ઇએએસ) અને 16માં ભારત-આસિયન શિખર સંમેલનની સાથે-સાથે થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચાને મળ્યાં હતાં.

બેંગકોકમાં 16માં આસિયાન-ભારત શિખર સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 03rd, 11:58 am

મને ભારત-આસિયાન શિખર સંમેલનમાં એક વાર ફરી તમારી સાથે મુલાકાત કરીને પ્રસન્નતા અનુભવી રહ્યો છું. હું થાઈલેન્ડને ઉત્કૃષ્ટ વ્યવસ્થા અને ઉચ્ચકોટિના આતિથ્ય માટે આભાર પ્રગટ કરું છું. હું વિયેતનામને પણ આવતા વર્ષે આસિયાન અને ઇસ્ટ એશિયા શિખર સંમેલનની અધ્યક્ષતા માટે શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રીએ બેંગકોકમાં 16માં ભારત – આસિઆન શિખર સંમેલનમાં ભાગ લીધો

November 03rd, 11:57 am

પ્રધાનમંત્રીએ 16માં ભારત – આસિઆન શિખર સંમેલનમાં સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરવા સાથે પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે હુંફાળા આતિથ્ય સત્કાર બદલ થાઇલેન્ડનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી વર્ષની સમિટના ચેરમેન બની રહેલા વિએતનામને શુભેચ્છાઓ પાઠવી હતી.

થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની કામગીરીની સુવર્ણ જયંતીની ઉજવણીનાં ઉપક્રમે પ્રધાનમંત્રી મોદીનાં વક્તવ્યનો મુળપાઠ

November 03rd, 11:08 am

આપણે અહીં સુવર્ણ ભૂમિ, થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની સુવર્ણ જયંતી કે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. આ ખરાં અર્થમાં વિશેષ પ્રસંગ છે. હું આદિત્ય બિરલા ગ્રૂપની ટીમને અભિનંદન આપું છું. આપણે થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપનાં પ્રશંસનીય કાર્ય વિશે શ્રી કુમાર મંગલમ બિરલાને સાંભળ્યાં. આ સમૂહ, દેશમાં ઘણાં લોકો રોજગારી અને સમૃદ્ધિની તકોનું સર્જન કરી રહ્યું છે.

થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની સુવર્ણજયંતી નિમિત્તે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનના મુખ્ય મુદ્દા

November 03rd, 10:32 am

આપણે અહીં થાઇલેન્ડમાં છીએ જે ભારતની સંસ્કૃતિ સાથે ખૂબ મજબૂત નાતો ધરાવે છે. અને, આ દેશમાં અગ્રણી ઔદ્યોગિક જૂથની ઉપસ્થિતિના પચાસ વર્ષ પૂર્ણ થવાની આપણે ઉજવણી કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપનાં સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપી

November 03rd, 07:51 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની 50 વર્ષની યાદગારી સ્વરૂપે આયોજિત સુવર્ણ જયંતિ કાર્યક્રમમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રૂપનાં ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાએ થાઇલેન્ડમાં ગ્રૂપની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

We are developing Northeast India as the gateway to Southeast Asia: PM

November 02nd, 06:23 pm

At a community programme in Thailand, PM Modi said that while the ties between the two countries were strong, the government wanted to strengthen it further by transforming India's North East region into a gateway to South East Asia. The PM also highlighted the various reforms taking place within the country.

પ્રધાનમંત્રીએ બેંગકોકમાં સામુદાયિક કાર્યક્રમ ‘સ્વાસદી પ્રધાનમંત્રી મોદી’ને સંબોધન કર્યું

November 02nd, 06:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડમાં બેંગકોકમાં ‘સ્વાસ્દી પ્રધાનમંત્રી મોદી’ સામુદાયિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં થાઇલેન્ડમાં વસતાં પ્રવાસી ભારતીય સમુદાયનાં હજારો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી મોદી બેંગકોક પહોંચ્યા

November 02nd, 02:07 pm

પ્રધાનમંત્રી મોદી થોડા સમય પહેલા બેંગકોકમાં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી આસિયાનથી સંબંધિત સમિટ અને અન્ય બેઠકોમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી 2-4 નવેમ્બર 2019 દરમિયાન થાઇલેન્ડની યાત્રા કરશ

November 02nd, 11:56 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડની રાજધાની બેંગકોકની મુલાકાતે છે. તેઓ આસિયાન સાથે સંબંધિત વિવિધ શિખર સંમેલનોમાં ભાગ લેશે, જેમાં આસિયન-ઇન્ડિયા સમિટ, ઇસ્ટ એશિયા સમિટ અને આરસીઇપી વાટાઘાટો પર બેઠક સામેલ છે. તેઓ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠકો પણ યોજશે.

પ્રધાનમંત્રી આજે બેંકૉકમાં સામુદાયિક કાર્યક્રમ ‘સ્વાસ્દી પીએમ મોદી’ને સંબોધિત કરશે

November 02nd, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતીય સમયાનુસાર આજે સાંજે 6 કલાકે સામુદાયિક કાર્યક્રમ ‘સ્વાસ્દી પીએમ મોદી’ને સંબોધિત કરશે. થાઇલેન્ડમાં વસતા ભારતીય સમુદાયના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.