ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઈપલાઈનના સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો અંગ્રેજી અનુવાદ
March 18th, 05:10 pm
આજે ભારત-બાંગ્લાદેશ સંબંધોના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન - અમે સપ્ટેમ્બર 2018માં તેનો પાયો નાખ્યો હતો, અને મને ખુશી છે કે આજે પ્રધાનમંત્રી શેખ હસીના સાથે તેનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સંયુક્ત રીતે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કર્યું
March 18th, 05:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFP)નું વર્ચ્યુઅલ મોડમાં સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આ પાઈપલાઈનના નિર્માણ માટેનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2018માં બંને વડાપ્રધાનો દ્વારા કરવામાં આવ્યો હતો. નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ 2015થી બાંગ્લાદેશને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરે છે. ભારત અને તેના પડોશીઓ વચ્ચે આ બીજી ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે.પ્રધાનમંત્રીએ બંગબંધુ સમાધિ સ્થળ પર શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી
March 27th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે તુંગીપરામાં બંગબંધુ સમાધિ સ્થળ ખાતે શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બંગબંધુ સમાધિ સ્મારક ખાતે કોઇ વિદેશી સરકારના વડાએ મુલાકાત લઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે અહીં બકુલનું વૃક્ષ રોપ્યું હતું. તેમના સમકક્ષ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બહેન શેખ રેહાના પણ આ પ્રસંગે પ્રધાનમંત્રીની સાથે જોડાયા હતા.