પ્રધાનમંત્રીએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની હાઈલાઈટ્સ શેર કરી

April 09th, 10:31 pm

પ્રધાનમંત્રીએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની તેમની મુલાકાતના હાઈલાઈટ્સ શેર કરી છે. તેમણે તમામ વન અધિકારીઓ, રક્ષકો, વાઘ અનામતના ફ્રન્ટલાઈન સ્ટાફ અને વાઘના સંરક્ષણ પર કામ કરી રહેલી દરેક વ્યક્તિની મહેનતની પણ પ્રશંસા કરી.

Highlights of PM Modi’s Southern Sojourn to Telangana, Tamil Nadu and Karnataka

April 09th, 05:53 pm

PM Modi’s Southern Sojourn encompassed an action-packed tour of the three states of Telangana, Tamil Nadu, and Karnataka. He inaugurated and laid foundation stones for various projects across sectors of infrastructure, tourism, and health among others totalling about Rs. 19,000 crores. A special highlight of this trip is PM’s visit to the Bandipur and Mudumalai wildlife sanctuaries to commemorate the 50th anniversary of “Project Tiger”.

પીએમએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી

April 09th, 02:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટક અને તમિલનાડુમાં બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. તેમણે મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી કેમ્પની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે મહાવત અને કાવડીઓ સાથે વાતચીત કરી હતી અને હાથીઓને ખવડાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી, ધ એલિફન્ટ વ્હીસ્પરર્સમાં દર્શાવવામાં આવેલા હાથીઓના રક્ષકો સાથે પણ વાતચીત કરી હતી.

મૈસુરુમાં પ્રોજેક્ટ ટાઇગરનાં 50 વર્ષના સ્મૃતિ કાર્યક્રમનાં ઉદ્‌ઘાટન સત્ર પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 09th, 01:00 pm

સૌ પ્રથમ, હું તમારા બધાની માફી માગવા માગું છું કે હું સવારે 6 વાગ્યે નીકળ્યો હતો, મેં વિચાર્યું હતું કે હું સમયસર જંગલોનું ભ્રમણ કરીને પાછો આવી જઈશ, પરંતુ હું 1 કલાક મોડો હતો. આપ સૌએ રાહ જોવી પડી એ માટે હું આપ સૌની ક્ષમા માગું છું. મારી વાત, પહેલા તો આપણે જે વાઘની સંખ્યાના આંકડાને સ્પર્શ કર્યો છે, આપણે જે જોયું છે, આપણા આ પરિવારનો વિસ્તાર થઈ રહ્યો છે, તે એક ગર્વની ક્ષણ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાઘનાં સન્માનમાં તમારા સ્થાને ઊભા થઈને આપણે વાઘને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. આભાર!

પ્રધાનમંત્રીએ કર્ણાટકના મૈસુરમાં ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

April 09th, 12:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પણ પ્રારંભ કર્યો હતો. તેમણે ‘અમૃતકાળ વિઝન ફોર ટાઇગર કન્ઝર્વેશન’ પ્રકાશનોનું પણ વિમોચન કર્યું હતું જે વાઘના વન આરક્ષિત વિસ્તારોના સંચાલનની અસરકારકતાના મૂલ્યાંકનના 5મા રાઉન્ડનો સારાંશ અહેવાલ છે, તેમજ વાઘની સંખ્યા જાહેર કરી હતી અને ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન (5મો રાઉન્ડ)નો સારાંશ અહેવાલ પણ બહાર પાડ્યો. તેમણે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગને અંકિત કરવા માટે એક સ્મૃતિ સિક્કો પણ બહાર પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ બાંદીપુર ટાઈગર રિઝર્વના સ્ટાફને વીજળીના કરંટથી પીડિત હાથીને બચાવવા બદલ અભિનંદન પાઠવ્યા

February 18th, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંદીપુર ટાઈગર રિઝર્વના કર્મચારીઓને વીજળીના કરંટથી પીડિત હાથીને બચાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે આપણા લોકોમાં આવી કરુણા પ્રશંસનીય છે.