પીએમએ NH-334B પર 40.2 કિમીના વિસ્તારમાં ટકાઉ સામગ્રીના ઉપયોગની પ્રશંસા કરી

June 14th, 10:57 pm

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ NH-334B પર 40.2 કિમીના પટમાં ખર્ચ-અસરકારકતા અને પર્યાવરણીય મિત્રતા બંનેમાં પરિણમે પ્લાસ્ટિક વેસ્ટ અને ફ્લાય એશ જેવી ટકાઉ સામગ્રીના ઉપયોગની પ્રાથમિકતાની પ્રશંસા કરી છે. આ પટ UP-હરિયાણા બોર્ડર પાસે બાગપતથી શરૂ થાય છે અને રોહના, હરિયાણામાં સમાપ્ત થાય છે.

પ્રધાનમંત્રી 4 ડિસેમ્બરે દહેરાદૂનમાં રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

December 01st, 12:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે. અત્યાર સુધી દૂરસ્થ માનવામાં આવતા હતા તેવા વિસ્તારોમાં કનેક્ટિવિટીને વેગ આપવા માટેની પ્રધાનમંત્રીની દૂરંદેશને અનુરૂપ આ પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે.