બિહારની જનતાએ નક્કી કરી લીધું છે કે, રાજ્યમાં ફરી જંગલરાજ નહીં સ્થાપિત થાયઃ પ્રધાનમંત્રી મોદી
November 01st, 04:01 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં બાગાહમાં એક ચૂંટણી સબાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાનનો ટ્રેન્ડ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, બિહારની જનતાએ રાજ્યમાં જંગલરાજને ફરી સત્તા નહીં આપવાનો નિર્ધાર કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે, હાલ ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ નીતિશજીના નેતૃત્વમાં સ્થિર એનડીએ સરકારને ચૂંટવાનો નિર્ધાર કરી લીધો છે.પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કર્યો
November 01st, 03:54 pm
પ્રધાનમંત્રી મોદીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનને જાળવી રાખીને આજે છપરા, સમસ્તીપુર, મોતિહારી અને બાગાહમાં જનસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કાના મતદાન પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, નીતિશબાબુ બિહારમાં આગામી સરકારના વડા બનશે. વિપક્ષ સંપૂર્ણપણે હતાશ થઈ ગયો છે, પણ હું તેમને બિહારની જનતા પર તેમની નિરાશા ન કાઢવા જણાવીશ.”