પ્રધાનમંત્રીએ શિવશાહીર બાબાસાહેબ પુરંદરેના નિધન પર શોક વ્યક્ત કર્યો
November 15th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લેખક, ઈતિહાસકાર અને રંગભૂમિની વ્યક્તિત્વ શિવશાહીર બાબાસાહેબ પુરંદરેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આવનારી પેઢીઓને છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડવામાં શિવશાહીર બાબાસાહેબ પુરંદરેના યોગદાનને યાદ કર્યું. શ્રી મોદીએ થોડા મહિના પહેલા તેમના શતાબ્દી વર્ષના કાર્યક્રમને સંબોધિત કર્યું ત્યારે પણ તેમનું સંબોધન પોસ્ટ કર્યું હતું.બાબા સાહેબ પુરંદરેનાં શતાબ્દી વર્ષની ઉજવણીએ પ્રધાનમંત્રીના સંદેશાનો મૂળપાઠ
August 13th, 08:36 pm
આ કાર્યક્રમમાં આપણને આશીર્વાદ આપી રહેલા આદરણીય બાબા સાહેબ પુરંદરેજી, બાબા સાહેબ સત્કાર સમારોહ સમિતિનાં અધ્યક્ષ સુમિત્રા તાઈ અને શિવશાહીમાં શ્રદ્ધા રાખનારા બાબા સાહેબના તમામ અનુયાયી સાથી ગણ!બાબા સાહેબ પુરંદરેની શતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનો સંદેશ
August 13th, 08:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ પુરંદરે જીને તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. બાબા સાહેબ પુરંદરેની શતાબ્દીની ઉજવણીના વર્ષે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ પુરંદરેનું જીવન આપણા ઋષિમૂનિઓ દ્વારા દર્શાવ્યા મુજબ સક્રિય અને માનસિક રીતે સજાગ શતાબ્દી જીવનની ઉચ્ચ કલ્પનાનું ઉદાહરણ આપે છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે એક સુખદ યોગાનુયોગ એ છે કે તેમની શતાબ્દી ભારતની સ્વતંત્રતાના 75મા વર્ષની સાથે આવે છે. પ્રધાનમંત્રીએ આપણા ઇતિહાસના અમર આત્માઓની ઐતિહાસિક ગાથા લખવામાં બાબા સાહેબ પુરંદરેના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. “શિવાજી મહારાજના જીવન અને ઇતિહાસને લોકો સુધી પહોંચાડવામાં તેમના સર્વશ્રેષ્ઠ યોગદાન માટે આપણે બધા તેમના હંમેશા ઋણી રહીશું.” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. શ્રી પુરંદરેને 2019માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 2015માં મહારાષ્ટ્રની તત્કાલીન સરકારે તેમને મહારાષ્ટ્ર વિભૂષણથી સન્માનિત કર્યા હતા. મધ્ય પ્રદેશ સરકારે પણ તેમને કાલીદાસ એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.