
પ્રધાનમંત્રીએ અઝાલી અસોમાનીને કોમોરોસના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
January 29th, 10:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોમોરોસના રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવવા બદલ અઝાલી અસોમાનીને અભિનંદન પાઠવ્યા હતા.
કોમોરોસના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
September 10th, 05:20 pm
રાષ્ટ્રપતિ અસુમાનીએ આફ્રિકન યુનિયનને G20 ના કાયમી સભ્ય બનાવવા માટે તેમની પહેલ અને પ્રયાસો બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પોતાનો વિશેષ આનંદ શેર કર્યો કે ભારતની ભૂમિકા અને આફ્રિકા સાથેના સંબંધોને ધ્યાનમાં રાખીને ભારતના G20 પ્રેસિડન્સી દરમિયાન આ બન્યું હતું. તેમને લાગ્યું કે આનાથી ભારત-કોમોરોસ સંબંધોને પણ વેગ મળશે. તેમણે ભારતની G20 પ્રેસિડન્સીની સફળતા માટે વડા પ્રધાનને વધુમાં અભિનંદન આપ્યા.
ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની પ્રથમ બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાનની દ્વિપક્ષીય બેઠકો
March 11th, 05:08 pm
નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની પ્રથમ બેઠકની પશ્ચાદભૂમાં વિવિધ રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો હાથ ધરી હતી. તેઓ અબુધાબી, શ્રીલંકા, બાંગ્લાદેશ, સેશેલ્સ, કોમોરોસ અને અન્ય દેશોના આગેવાનોને મળ્યા હતા.