કેબિનેટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ની ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજનામાં તેના અમલીકરણ માટે સુવિધાઓ/જોગવાઈઓમાં ફેરફાર/ઉમેરણની મંજૂરી આપી

January 01st, 03:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. એ માટે 2021-22 થી 2025-2026 સુધી રૂ. 69,515.71 કરોડરૂપિયાનો કુલ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી 2025-26 સુધીમાં સમગ્ર દેશમાં ખેડૂતો માટે અનિવાર્ય કુદરતી આફતોમાંથી પાકના જોખમને આવરી લેવામાં મદદ મળશે.