પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયન પીએમની ભારતીય અને પીએમ XI ક્રિકેટ ટીમો સાથેની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી

November 28th, 07:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝની ભારતીય અને PM XI ક્રિકેટ ટીમો સાથેની બેઠક પર ખુશી વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટેસ્ટ મેચ શ્રેણીમાં શાનદાર શરૂઆત કરવા બદલ ભારતીય ક્રિકેટરોની પ્રશંસા પણ કરી હતી.

બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર પરિષદ

November 20th, 08:38 pm

પ્રધાનમંત્રીઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી. તેઓએ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, શિક્ષણ, કૌશલ્ય અને ગતિશીલતા, પુનઃપ્રાપ્ય ઉર્જા, અવકાશ, રમતગમત અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી. આ પ્રસંગે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીઓએ રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપની શરૂઆતનું પણ સ્વાગત કર્યું.

ફેક્ટ શીટ: 2024 ક્વાડ લીડર્સ સમિટ

September 22nd, 12:06 pm

21 સપ્ટેમ્બર, 2024ના રોજ, રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન, જુનિયરે ચોથી ક્વોડ લીડર્સ સમિટ માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ, જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિયો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિલમિંગ્ટન, ડેલવેરમાં હોસ્ટ કર્યા હતા.

ફેક્ટ શીટ: ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનું ભારણ ઘટાડવા માટે ક્વાડ દેશોએ કેન્સર મૂનશોટ પહેલ શરૂ કરી

September 22nd, 12:03 pm

આજે, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન ઇન્ડો-પેસિફિકમાં કેન્સરનો અંત લાવવામાં મદદ કરવા માટે એક અભૂતપૂર્વ પ્રયાસ શરૂ કરી રહ્યા છે, જેની શરૂઆત સર્વાઇકલ કેન્સરથી થાય છે, જે મોટાભાગે અટકાવી શકાય તેવો રોગ છે જે આ પ્રદેશમાં એક મોટી આરોગ્ય કટોકટી છે, અને કેન્સરના અન્ય સ્વરૂપોને પણ પહોંચી વળવા માટે પાયાનું કામ કરે છે. આ પહેલ ક્વાડ લીડર્સ સમિટમાં કરવામાં આવેલી ઘોષણાઓના વ્યાપક સમૂહનો એક ભાગ છે .

ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ તરફથી વિલમિંગ્ટન ઘોષણા સંયુક્ત નિવેદન

September 22nd, 11:51 am

આજે, અમે - ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બેનીઝ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિઓ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન જુનિયર - ચોથી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટ માટે મળ્યા હતા, જેનું આયોજન ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં રાષ્ટ્રપતિ બિડેન દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીને ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી તરફથી અભિનંદનનો ફોન આવ્યો

June 06th, 01:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ એન્થોની અલ્બાનીઝ સાથે ફોન પર વાત કરી. પ્રધાનમંત્રી મોદીએ તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.

ગુજરાતમાં ઇન્ફિનિટી ફોરમ 2.0ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

December 09th, 11:09 am

આજે સમગ્ર દુનિયા ભારત પાસેથી અપેક્ષા રાખીને બેઠી છે. અને આ બધું એમ જ નથી થઇ ગયું. આ ભારતની મજબૂત બની રહેલી અર્થવ્યવસ્થા અને છેલ્લાં 10 વર્ષમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓનું પ્રતિબિંબ છે. આ સુધારાઓએ દેશનો આર્થિક પાયો મજબૂત બનાવ્યો છે. મહામારી દરમિયાન, જ્યારે મોટાભાગના દેશો માત્ર આર્થિક અને નાણાકીય રાહત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, ત્યારે અમે લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક સામર્થ્યના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઇન્ફિનિટી ફોરમ 2.0માં સંબોધન કર્યું

December 09th, 10:40 am

પ્રધાનમંત્રીએ સંમેલનને સંબોધન કરતાં ડિસેમ્બર, 2021માં ઇન્ફિનિટી ફોરમની પ્રથમ એડિશનના આયોજન દરમિયાન મહામારીને કારણે વૈશ્વિક આર્થિક સ્થિતિની અનિશ્ચિતતાનો સામનો કરતી દુનિયાને યાદ કરી હતી. હજુ પણ આ ચિંતાજનક સ્થિતિનું સંપૂર્ણપણે સમાધાન થયું નથી એ બાબત પર ભાર મૂકીને અને ભૂરાજકીય તણાવો, ઊંચી મોંઘવારી અને ઋણનું ઊંચું સ્તરના પડકારનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ મજબૂતી અને પ્રગતિના પ્રતીક તરીકે ભારતના વિકાસ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારનાં સ્થિતિસંજોગોમાં ગિફ્ટ સિટીમાં આ પ્રકારની બેઠકનું આયોજન ગુજરાત માટે ગર્વની વાત છે અને તેના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જાય છે. પ્રધાનમંત્રીએ યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક સાંસ્કૃતિક વારસા અંતર્ગત ‘ગરબા’ને સામેલ કરવા પર ગુજરાતના લોકોને અભિનંદન આપવાની તક પણ ઝડપી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતની સફળતા રાષ્ટ્રની સફળતા છે.”

પ્રધાનમંત્રીએ ક્રિકેટ વર્લ્ડ કપમાં જીત માટે ઓસ્ટ્રેલિયાને અભિનંદન પાઠવ્યા

November 19th, 09:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા

October 11th, 11:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓનો હિન્દી પ્રત્યેનો લગાવ ખૂબ જ રસપ્રદ છેઃ પ્રધાનમંત્રી

September 15th, 09:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસની ઉજવણીમાં તેમની મનપસંદ હિન્દી કહેવતો સંભળાવતા ઓસ્ટ્રેલિયન રાજદ્વારીઓની પ્રશંસા કરી છે.

27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

August 06th, 11:30 am

નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો

August 06th, 11:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.

ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય શિક્ષા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 29th, 11:30 am

આ શિક્ષણ છે, જેમાં દેશને સફળ બનાવવા માટે, જેમાં દેશનું ભાગ્ય બદલવાની સૌથી વધુ તાકાત છે. એ છે શિક્ષણ. આજે 21મી સદીનું ભારત, જે લક્ષ્યો સાથે તે આગળ વધી રહ્યું છે, તેમાં આપણી શિક્ષણ પ્રણાલી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે બધા આ સિસ્ટમના પ્રતિનિધિઓ છો. તમે ધ્વજવાહક છો. તેથી, 'ઓલ ઇન્ડિયા એજ્યુકેશન મીટ'નો ભાગ બનવું, તે મારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું

July 29th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તે યોગાનુયોગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષગાંઠ સાથે છે. તેમણે પીએમ શ્રી યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો પણ જારી કર્યો હતો. 6207 શાળાઓને પ્રથમ હપ્તો કુલ રૂ. 630 કરોડ સાથે મળ્યો હતો. તેમણે 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમનાં પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનને પણ લટાર મારી નિહાળ્યું હતું.

NDA today stands for N-New India, D-Developed Nation and A-Aspiration of people and regions: PM Modi

July 18th, 08:31 pm

PM Modi during his address at the ‘NDA Leaders Meet’ recalled the role of Atal ji, Advani ji and the various other prominent leaders in shaping the NDA Alliance and providing it the necessary direction and guidance. PM Modi also acknowledged and congratulated all on the completion of 25 years since the establishment of NDA in 1998.

પીએમ મોદીએ NDA લીડર્સ મીટને સંબોધન કર્યું

July 18th, 08:30 pm

પ્રધાનમંત્રી મોદીએ 'NDA લીડર્સ મીટ'માં તેમના સંબોધન દરમિયાન NDA ગઠબંધનને આકાર આપવામાં અને તેને જરૂરી દિશા અને માર્ગદર્શન પૂરું પાડવામાં અટલજી, અડવાણીજી અને અન્ય અગ્રણી નેતાઓની ભૂમિકાને યાદ કરી. પીએમ મોદીએ પણ 1998માં એનડીએની સ્થાપનાના 25 વર્ષ પૂરા થવા પર તમામને અભિનંદન આપ્યા હતા.

દહેરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

May 25th, 11:30 am

ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રી ગુરમીત સિંહ, ઉત્તરાખંડના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉત્તરાખંડ સરકારના મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયર, જિલ્લા પરિષદના સભ્યો, અન્ય મહાનુભાવો, અને ઉત્તરાખંડના મારાં પ્રિય ભાઈઓ અને બહેનો, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે ઉત્તરાખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ દેહરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસની પહેલી યાત્રાને લીલી ઝંડી આપી

May 25th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દહેરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમણે નવા વિદ્યુતીકૃત રેલવે સેક્શનો પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અને ઉત્તરાખંડને 100 ટકા વિદ્યુત ટ્રેક્શન રાજ્ય જાહેર કર્યું હતું.

પ્રધાનમંત્રીએ સિડનીમાં બિઝનેસ રાઉન્ડ ટેબલને સંબોધિત કર્યું

May 24th, 04:03 pm

સહભાગી સીઈઓએ સ્ટીલ, બેંકિંગ, ઊર્જા, ખાણકામ અને આઈટી સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની કેટલીક અગ્રણી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોએ પણ રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો હતો.