પ્રધાનમંત્રી 13મી ડિસેમ્બરનાં રોજ શ્રી અરવિંદની 150મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થશે

December 12th, 06:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બર, 2022ના રોજ સાંજે 5 વાગ્યે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે શ્રી અરવિંદની 150મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પુડુચેરીના કંબન કલાઈ સંગમમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી અરવિંદનાં માનમાં એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે, જેમાં દેશભરના શ્રી અરવિંદના અનુયાયીઓ સામેલ થશે.

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી અરબિંદોને તેમની જયંતી પર યાદ કર્યા

August 15th, 07:02 pm

આજે શ્રી અરબિંદોની જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શ્રી અરબિંદો તેજસ્વી દિમાગ હતા, જેમની પાસે આપણા રાષ્ટ્ર માટે સ્પષ્ટ વિઝન હતું. શિક્ષણ, બૌદ્ધિક કૌશલ્ય અને બહાદુરી પરનો તેમનો આગ્રહ આપણને પ્રેરણા આપતો રહે છે.

ભારતીય સંસ્કૃતિની જીવંતતાએ હંમેશા વિશ્વભરના લોકોને આકર્ષ્યા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

January 30th, 11:30 am

સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.

પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવક મહોત્સવ પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 12th, 03:02 pm

પુડુચેરીના લેફટેનન્ટ ગવર્નર તમિલ સાઈજી, મુખ્યમંત્રી શ્રી એન રંગાસામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નારાયણ રાણેજી, શ્રી અનુરાગ ઠાકુરજી, શ્રી નિશિથ પ્રમાણિકજી, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્માજી, પુડુચેરી સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, દેશના અન્ય રાજ્યોના મંત્રીઓ અને મારા યુવા સાથીઓ, વણક્કમ! આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું!

પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

January 12th, 11:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે સ્વામી વિવેકાનંદની જન્મતિથિ છે જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી “મરે સપનોં કા ભારત” અને “ભારતની આઝાદીની ચળવળના અજ્ઞાત નાયકો” વિષય પર લખાયેલા પસંદગીના નિબંધોનું વિમોચન કર્યું હતું. આ બંને થીમ પર લગભગ 1 લાખ કરતાં વધારે યુવાનોએ તેમના નિબંધો સબમિટ કર્યા હતા જેમાંથી કેટલાક નિબંધો પસંદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ અંદાજે રૂપિયા 122 કરોડના રોકાણ સાથે પુડુચેરીમાં સ્થાપવામાં આવેલા MSME મંત્રાલયના ટેકનોલોજી કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં નવનિર્મિત ઓપન એર થિયેટર પેરુન્થલાઇવર કામરાજર મણીમંડપમનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું નિર્માણ રૂપિયા 23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર, શ્રી નારાયણ રાણે, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્મા અને શ્રી નિશિથ પ્રામાણિક, પુડુચેરીના ગવર્નર ડૉ. તમિલિસાઇ સૌંદરાજન, પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી, રાજ્ય મંત્રીઓ અને સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Prime Minister chairs the first meeting of High Level Committee to commemorate 150th Birth Anniversary of Sri Aurobindo

December 24th, 06:52 pm

PM Narendra Modi chaired the first meeting of the High Level Committee which has been constituted to commemorate 150th Birth Anniversary of Sri Aurobindo. The PM said that the two aspects of Sri Aurobindo’s philosophy of ‘Revolution’ and ‘Evolution’, are of key importance and should be emphasized as part of the commemoration.

સરદારધામ ભવનના લોકાર્પણ અને સરદારધામ ફેઝ-2ના ભૂમિપૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 11th, 11:01 am

આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન વિજય ભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રી પુરૂષોત્તમ રૂપાલાજી, શ્રી મનસુખ માંડવિયાજી, બહેન અનુપ્રિયા પટેલજી, લોકસભામાં સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન સી. આર પાટીલજી, ગુજરાત સરકારના તમામ મંત્રી, અહીં ઉપસ્થિત તમામ સહયોગી સાંસદ સાથીદારો, ગુજરાતનો ધારાસભ્ય સમુદાય, સરદારધામના તમામ ટ્રસ્ટી, મારા મિત્ર ભાઈશ્રી ગાગજી ભાઈ, ટ્રસ્ટના તમામ સન્માનિત સભ્યો, આ પવિત્ર કાર્યને આગળ ધપાવવામાં યોગદાન આપનારા મારા તમામ સાથીદારો, ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ સરદારધામ ભવનનું લોકાર્પણ અને સરદારધામ ફેઝ -II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું

September 11th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું અને સરદારધામ ફેઝ- II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો

August 15th, 03:02 pm

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.

75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 15th, 07:38 am

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે

August 15th, 07:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.

PM Modi addresses public meeting at Puducherry

March 30th, 04:31 pm

Addressing a public meeting in Puducherry today, Prime Minister Narendra Modi said, “There is something special about Puducherry that keeps bringing me back here again and again.” He accused Congress government for its negligence and said, “In the long list of non-performing Congress governments over the years, the previous Puducherry Government has a special place. The ‘High Command’ Government of Puducherry failed on all fronts.”

‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 31st, 03:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા રામકૃષ્ણ સંપ્રદાયના માસિક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધિત કર્યો

January 31st, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા રામકૃષ્ણ સંપ્રદાયના માસિક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી 31 જાન્યુઆરીએ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે

January 29th, 02:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરી 2021ના રોજ અંદાજે બપોરે 3.15 કલાકે રામક્રિશ્ના વિન્યાસની માસિક જર્નલ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Social Media Corner 25 February 2018

February 25th, 07:27 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

ઑરોવિલે, પુડુચેરી ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળ પાઠ

February 25th, 12:58 pm

ઑરોવિલેના સુવર્ણ જયંતી સપ્તાહની ઉજવણી પ્રસંગે આજે અહીં ઉપસ્થિત રહેવા બદલ હું અત્યંત પ્રસન્નતા અનુભવી રહ્યો છું. શ્રી અરવિંદની ભારતનાં આધ્યાત્મિક નેતૃત્વ અંગેની દર્શન શક્તિ આજે પણ આપણને પ્રેરણા આપી રહી છે.

આગામી બે દિવસ દરમિયાન પ્રધાનમંત્રી બે રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાતે

February 23rd, 04:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસો દરમિયાન બે રાજ્યો ગુજરાત અને તામિલનાડુ; તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દિવ તથા પુડૂચેરીની મુલાકાત લેશે.