ભારતીય પેરાલિમ્પિક ટુકડીએ અત્યાર સુધીના સૌથી વધુ મેડલનો વિક્રમ સ્થાપ્યો હોવાથી પ્રધાનમંત્રીએ અપાર ગર્વ અને ખુશી વ્યક્ત કરી

September 04th, 04:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અપાર ગર્વ અને ખુશી વ્યક્ત કરી છે કારણ કે ભારતીય પેરાલિમ્પિક ટુકડીએ કોઈપણ પેરાલિમ્પિકમાં આપણા દેશ માટે અત્યાર સુધીના સૌથી વધુ મેડલનો રેકોર્ડ બનાવ્યો છે. શ્રી મોદીએ એથ્લેટ્સના સમર્પણ અને જુસ્સાની પ્રશંસા કરી અને દરેક ખેલાડીને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યા.

વડાપ્રધાન મોદીએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય દલ સાથે વાતચીત કરી

August 19th, 06:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટુકડી સાથે આનંદકારક વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાને શીતલ દેવી, અવની લેખરા, સુનીલ અંતિલ, મરિયપ્પન થંગાવેલુ અને અરુણા તંવર જેવા એથ્લેટ્સ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. તેમણે તમામ રમતવીરોને રમત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક્સ 2024ના સમાપન પર ભારતીય ટુકડીને બિરદાવી

August 11th, 11:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પેરિસમાં આયોજિત ઓલિમ્પિક 2024 આજે સમાપ્ત થતાં ભારતીય ટુકડી દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.