પ્રધાનમંત્રીના એથેન્સ, ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધનનો મૂળપાઠ
August 25th, 09:30 pm
જ્યારે ઉજવણીનો માહોલ હોય છે, ઉજવણીનો માહોલ હોય છે, ત્યારે મને લાગે છે કે મારા પરિવારના સભ્યોમાં જલદી પહોંચું, હું પણ મારા પરિવારના સભ્યો વચ્ચે આવી ગયો છું. શ્રાવણ મહિનો એક રીતે ભગવાન શિવનો મહિનો છે અને આ પવિત્ર મહિનામાં દેશે ફરી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ચંદ્રના ડાર્ક ઝોનમાં દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્ર પર ત્રિરંગો લહેરાવીને ભારતે સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. વિશ્વભરમાંથી અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે, લોકો તેમની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે અને મને ખાતરી છે કે લોકો તમને પણ અભિનંદન આપતા જ હશે, ખરું ને? તમને પણ ખૂબ અભિનંદન મળી રહ્યા છે ને? દરેક ભારતીય તે મેળવી રહ્યો છે. સમગ્ર સોશિયલ મીડિયા અભિનંદન સંદેશાઓથી ભરાઈ ગયું છે. જ્યારે સફળતા આટલી મોટી હોય છે ત્યારે સફળતા સાથે જોડાયેલી ઉત્તેજના પણ સતત રહે છે. તમારા ચહેરા એ પણ કહી રહ્યા છે કે તમે દુનિયામાં ગમે ત્યાં હોવ, ભારત તમારા હૃદયમાં ધબકે છે. ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે. આજે, હું ચંદ્રયાન અને તેની ભવ્ય સફળતા માટે ફરી એકવાર બધાને અભિનંદન આપવા ગ્રીસમાં તમારી વચ્ચે છું.એથેન્સમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત
August 25th, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં એથેન્સ કન્ઝર્વેટોર ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.