લખનઉમાં આઝાદી @75 કોન્ફરન્સ અને એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 05th, 10:31 am

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી અને લખનઉના જ સાંસદ, અમારા વરિષ્ઠ સાથી, શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી હરદીપ સિંહ પુરીજી, મહેન્દ્ર નાથ પાંડેજી, અહિયાના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, શ્રી દિનેશ શર્માજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રીમાન કૌશલ કિશોરજી, રાજ્ય સરકારના મંત્રીગણ, સાંસદ, ધારાસભ્યો, દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા તમામ આદરણીય મંત્રીગણ, અન્ય તમામ મહાનુભવો અને ઉત્તર પ્રદેશના મારા વ્હાલા બહેનો અને ભાઈઓ!

પ્રધાનમંત્રીએ લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ

October 05th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ શ્રી રાજનાથસિંહ, શ્રી હરદીપ પુરી, શ્રી મહેન્દ્રનાથ પાંડે, શ્રી કૌશલ કિશોર, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આંનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યાં હતાં.

મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશનના અમલીકરણને મંજૂરી આપી

August 18th, 11:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ– ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા મિશનના પ્રારંભ માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર દ્વારા આ નવી પ્રાયોજિત યોજનામાં પૂર્વોત્તરના પ્રદેશો અને આંદામાન અને નિકોબારના ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ખાદ્ય તેલોની આયાત પર ઘણી મોટી નિર્ભરતાના કારણે, સ્થાનિક સ્તરે જ ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં ઓઇલ પામનું વધતું ક્ષેત્ર અને ઉત્પાદકતા મહત્વની ભૂમિકા નિભાવે છે.

પ્રધાનમંત્રીએ શહેરી વિકાસ પહેલોની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કર્યું

July 28th, 05:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં “ટ્રાન્સફોર્મિંગ અર્બન લેન્ડસ્કેપ” (શહેરી પરિદ્રશ્યમાં પરિવર્તન) પર આયોજિત એક કાર્યક્રમમને સંબોધન કર્યું હતું, જેનું આયોજન શહેરી વિકાસ સાથે સંબંધિત ત્રણ મુખ્ય સરકારી પહેલોની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી સ્વરૂપે કરવામાં આવ્યું હતું. આ પહેલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી); અટલ મિશન ફોર રિજુવેનેશન ઓફ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) અને સ્માર્ટ સિટીઝ મિશન સામેલ છે.

લખનઉ, ઉત્તરપ્રદેશમાં એક કાર્યક્રમ “શહેરી પરિદ્રશ્યને પરિવર્તિત કરવું” ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 28th, 05:45 pm

ઉત્તરપ્રદેશથી હું સાંસદ છું અને એટલા માટે સૌથી પહેલા તો ઉત્તરપ્રદેશના પ્રતિનિધિના રૂપમાં હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. દેશના જુદા જુદા ખૂણેથી તમે પધાર્યા છો, મને વિશ્વાસ છે કે તમે આ ઐતિહાસિક નગરીનો, તેના આતિથ્યનો અને લખનવી લહેજાનો પણ આનંદ લીધો હશે.