While the BJP is committed to the empowerment of women, Congress has repeatedly been involved in scandals: PM in Nanded
November 09th, 12:41 pm
In his rally in Nanded, Maharashtra, PM Modi highlighted the BJP's initiatives for women, including housing, sanitation, and economic empowerment through schemes like 'Drone Didis' to make women 'Lakhpati Didis.' He criticized Congress for disrespecting Baba Saheb Ambedkar’s Constitution and attempting to pide communities for political gain. PM Modi emphasized that a developed, united, and secure Maharashtra is key to a Viksit Bharat and urged voters to support the vision for the state's progress.We will not let Maharashtra become an ATM for the Maha-Aghadi's mega scandals: PM Modi in Akola
November 09th, 12:20 pm
PM Modi addressed a large public gathering in Akola, Maharashtra, expressing deep gratitude for the people’s steadfast support over the past decade. He opened by highlighting the ambitious infrastructure initiatives launched by his government, including the Vadhavan Port, a nearly 80,000-crore project initiated within the first five months of his government’s third term at Centre.PM Modi addresses massive gatherings in Akola & Nanded, Maharashtra
November 09th, 12:00 pm
PM Modi addressed large public gatherings in Akola & Nanded, Maharashtra, expressing deep gratitude for the people’s steadfast support over the past decade. He opened by highlighting the ambitious infrastructure initiatives launched by his government, including the Vadhavan Port, a nearly 80,000-crore project initiated within the first five months of his government’s third term at Centre and stated that respect, safety, and women’s empowerment have always been priorities for the BJP government.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'જલ સંચય જન ભાગીદારી' પહેલ શરૂ કરી
September 06th, 01:00 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જલ શક્તિ મંત્રાલય દ્વારા આજે ગુજરાતની ભૂમિ પરથી એક મહત્ત્વપૂર્ણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ચોમાસાની ઋતુએ વેરેલી તબાહી વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, દેશનાં લગભગ તમામ પ્રદેશોને તેનાં કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, તેમણે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન લગભગ દરેક તાલુકામાં આવો મુશળધાર વરસાદ જોયો નથી કે સાંભળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતને આ વખતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને વિભાગો પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે સજ્જ નહોતા, જો કે, આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત અને દેશની જનતા ખભેખભા મિલાવીને ઊભી રહી અને એકબીજાને મદદ કરી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ઘણા ભાગો હજી પણ ચોમાસાની ઋતુની અસરો હેઠળ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'જલ સંચય જન ભાગીદારી' પહેલ શરૂ કરી
September 06th, 12:30 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જલ શક્તિ મંત્રાલય દ્વારા આજે ગુજરાતની ભૂમિ પરથી એક મહત્ત્વપૂર્ણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ચોમાસાની ઋતુએ વેરેલી તબાહી વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, દેશનાં લગભગ તમામ પ્રદેશોને તેનાં કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, તેમણે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન લગભગ દરેક તાલુકામાં આવો મુશળધાર વરસાદ જોયો નથી કે સાંભળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતને આ વખતે ભારે કટોકટીનો સામનો કરવો પડ્યો હતો અને વિભાગો પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે સજ્જ નહોતા, જો કે, આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત અને દેશની જનતા ખભેખભા મિલાવીને ઊભી રહી અને એકબીજાને મદદ કરી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશના ઘણા ભાગો હજી પણ ચોમાસાની ઋતુની અસરો હેઠળ છે.Congress' model for MP was 'laapata model': PM Modi
November 08th, 12:00 pm
Ahead of the Assembly Election in Madhya Pradesh, PM Modi delivered an address at a public gathering in Damoh. PM Modi said, Today, India's flag flies high, and it has cemented its position across Global and International Forums. He added that the success of India's G20 Presidency and the Chandrayaan-3 mission to the Moon's South Pole is testimony to the same.PM Modi’s Mega Election Rallies in Damoh, Guna & Morena, Madhya Pradesh
November 08th, 11:30 am
The campaigning in Madhya Pradesh has gained momentum as Prime Minister Narendra Modi has addressed multiple rallies in Damoh, Guna and Morena. PM Modi said, Today, India's flag flies high, and it has cemented its position across Global and International Forums. He added that the success of India's G20 Presidency and the Chandrayaan-3 mission to the Moon's South Pole is testimony to the same.મધ્યપ્રદેશના બીના ખાતે વિકાસ કાર્યોના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
September 14th, 12:15 pm
બુંદેલખંડની આ ભૂમિ બહાદુરોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે. આ જમીન બીના અને બેતવા બંનેના આશીર્વાદ ધરાવે છે. અને એક મહિનામાં બીજી વખત મને સાગરમાં આવવાનો અને તમારા બધાના દર્શનનો લ્હાવો મળ્યો છે. અને હું શિવરાજજીની સરકારને પણ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે મને તમારા બધાની વચ્ચે જવાની અને તમારા બધાના દર્શન કરવાની તક આપવા માટે. છેલ્લી વાર હું સંત રવિદાસજીના તે ભવ્ય સ્મારકના ભૂમિપૂજન પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો. આજે મને ઘણા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની તક મળી છે જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને નવી ઊર્જા આપશે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. શું તમે કલ્પના કરી શકો છો, પચાસ હજાર કરોડ શું છે? આપણા દેશના ઘણા રાજ્યોનું આખા વર્ષનું બજેટ એટલુ નથી જેટલું ભારત સરકાર આજે એક કાર્યક્રમ માટે ખર્ચે છે. આ દર્શાવે છે કે મધ્યપ્રદેશ માટે અમારા સંકલ્પો કેટલા મોટા છે. આ તમામ પ્રોજેક્ટ આવનારા સમયમાં મધ્યપ્રદેશના હજારો યુવાનોને રોજગાર આપશે. આ પ્રોજેક્ટ્સ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સપના સાકાર કરવા જઈ રહ્યા છે. બીના રિફાઈનરીના વિસ્તરણ અને અનેક નવી સુવિધાઓનો શિલાન્યાસ કરવા બદલ હું મધ્યપ્રદેશના લાખો લોકોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
September 14th, 11:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની બીના રિફાઇનરી ખાતે આશરે રૂ. 49,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ; નર્મદાપુરમ જિલ્લામાં વીજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષેત્ર; ઇન્દોરમાં બે આઇટી પાર્ક; રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક; અને સમગ્ર મધ્ય પ્રદેશમાં છ નવા ઔદ્યોગિક પાર્ક્સનો સમાવેશ થાય છે.બ્રહ્મા કુમારીઓ દ્વારા જલ-જન અભિયાનના લોંચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
February 16th, 01:00 pm
બ્રહ્માકુમારી સંસ્થાનના પ્રમુખ રાજયોગિની દાદી રતન મેહિની જી, મંત્રીમંડળના મારા સાથી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, બ્રહ્માકુમારી સંસ્થાની તમામ સદસ્યગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો. મને આનંદ છે કે બ્રહ્માકુમારીઓ દ્નારા શરૂ કરવામાં આવેલા ‘જલ-જન અભિયનના’ શુભારંભ પ્રસંગે હું આપ સૌ સાથે જોડાઈ રહ્યો છું. આપ સૌની વચ્ચે આવવું, શીખવું હંમેશાં મારા માટે વિશેષ રહ્યું છે. સ્વર્ગીય રાજયોગિની દાદી જાનકી જીને મળેલા આશીર્વાદ આજે મારી ઘણી મોટી મૂડી છે. મને યાદ છે કે 2007માં દાદી પ્રકાશ મણિ જીના બ્રહ્મલોક ગમન પર મને આબુ રોડ આવીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર મળ્યો હતો. છેલ્લા વર્ષોમાં બ્રહ્મકુમારી બહેનોના ઘણા બધા સ્નેહભર્યા આમંત્રણ મને અલગ અલગ કાર્યક્રમો માટે મળતા રહ્યા છે. હું પણ હંમેશાં પ્રયાસ કરું છું કે આ આધ્યાત્મિક પરિવારના સદસ્યના રૂપમાં આપની વચ્ચે આવતો જતો રહું. 2011માં અમદાવાદમાં ‘ફ્યુચર ઓફ પાવર’નો કાર્યક્રમ હોય, 2012માં સંસ્થાનની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ હોય, 2013માં સંગમ તીર્થસ્થાનનો કાર્યક્રમ હોય, 2017માં બ્રહ્માકુમારીઓ સંસ્થાનના 80મા સ્થાપના દિવસનો કાર્યક્રમ હોય કે પછી ગયા વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ સાથે સંકળાયેલો સ્વર્ણિમ ભારતનો કાર્યક્રમ હોય, હું જ્યારે પણ આપની વચ્ચે પઘારું છું તો આપનો સ્નેહ અને આ પોતીકાપણું મને અભિભૂત કરી દે છે. બ્રહ્માકુમારીઓ સાથેનો મારો આ સંબંધ તે માટે ખાસ છે કેમ કે સ્વથી ઉપર જઈને સમાજ માટે સર્વસ્વ સમર્પિત કરવું તે આપ સૌના માટે આધ્યાત્મિક સાધનાનું સ્વરૂપ રહ્યું છે.પ્રધાનમંત્રીએ ‘જલ-જન અભિયાન’ની પ્રારંભમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું
February 16th, 12:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘જલ-જન અભિયાન’માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું.જળ અંગેની અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 05th, 09:55 am
દેશના જળ મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય પરિષદ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત જળ સુરક્ષા પર અભૂતપૂર્વ કામ કરી રહ્યું છે, અભૂતપૂર્વ રોકાણ પણ કરી રહ્યું છે. આપણી બંધારણીય વ્યવસ્થામાં પાણીનો વિષય રાજ્યોનાં નિયંત્રણમાં આવે છે. જળ સંરક્ષણ માટે રાજ્યોના પ્રયાસો દેશનાં સામૂહિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં 'વૉટર વિઝન એટ 2047' આગામી 25 વર્ષની અમૃત યાત્રાનું એક મહત્વનું પરિમાણ છે.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધન કર્યું
January 05th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધિત કરી હતી. આ પરિષદની વિષયવસ્તુ 'વોટર વિઝન @ 2047'છે અને ફોરમનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ અને માનવ વિકાસ માટે જળ સંસાધનોનો ઉપયોગ કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મુખ્ય નીતિ નિર્માતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો છે.ગોવાના પણજીમાં હર ઘર જલ ઉત્સવમાં પીએમના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 19th, 04:51 pm
નમસ્કાર, ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત જી, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, ગોવા સરકારના અન્ય મંત્રીઓ, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર દિવસ છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ઉજવાઈ રહી છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોને, તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.જય શ્રી કૃષ્ણ.પ્રધાનમંત્રીએ જલ જીવન મિશન હેઠળ હરઘર જલ ઉત્સવને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું
August 19th, 12:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જલ જીવન મિશન અંતર્ગત હરઘર જલ ઉત્સવને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. આ ઘટના પણજી ગોવા ખાતે બની હતી. ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ પ્રસંગે હાજર હતા. પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના શુભ અવસર પર શ્રી કૃષ્ણ ભક્તોને શુભેચ્છા પાઠવી હતી.ઈશા ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આયોજીત ‘માટી બચાવો’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 02:47 pm
આપ સૌને, સમગ્ર વિશ્વને, વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સદ્દગુરૂ અને ઈશા ફાઉન્ડેશન પણ આજે અભિનંદનને પાત્ર છે. માર્ચ મહિનામાં તેમની સંસ્થાએ ‘માટી બચાવો’ અભિયાનની શરૂઆત કરી હતી. તેમની યાત્રા 27 દેશોમાંથી પસાર થઈને આજે 75મા દિવસે અહિંયા પહોંચી છે. આજે દેશ જ્યારે પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે, આ અમૃતકાળમાં નવા સંકલ્પો લઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના અભિયાન ખૂબ જ મહત્વના બની રહે છે.PM Addresses 'Save Soil' Programme Organised by Isha Foundation
June 05th, 11:00 am
PM Modi addressed 'Save Soil' programme organised by Isha Foundation. He said that to save the soil, we have focused on five main aspects. First- How to make the soil chemical free. Second- How to save the organisms that live in the soil. Third- How to maintain soil moisture. Fourth- How to remove the damage that is happening to the soil due to less groundwater. Fifth, how to stop the continuous erosion of soil due to the reduction of forests.વિશ્વ પર્યાવરણ દિવસ અંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પૂણેના ખેડૂતો સાથે વાર્તાલાપ યોજ્યો હતો જેમણે ઓર્ગેનિક ખેતી અને કૃષિમાં બાયો ફ્યુઅલના ઉપયોગ અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનું સંબોધન
June 05th, 11:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પૂણેના ખેડૂતો સાથે વાર્તાલાપ યોજ્યો હતો જેમણે ઓર્ગેનિક ખેતી અને કૃષિમાં બાયો ફ્યુઅલના ઉપયોગ અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.વરસાદને ઝીલો- ‘કૅચ ધ રેઇન’ અભિયાનની શરૂઆત પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
March 22nd, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન' નામથી એક અભિયાનનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કેન બેટવા લિંક પરિયોજનાના અમલીકરણ માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. નદીઓના આંતરિક જોડાણ માટે રાષ્ટ્રીય સંભવિત યોજના અંતર્ગત આ પ્રથમ પરિયોજના છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરપંચો તેમજ વોર્ડ પંચો સાથે પણ સંવાદ કર્યો હતો.