શ્રીનગરમાં ‘એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 07:00 pm
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી પ્રતાપરાવ જાધવજી, અન્ય તમામ મહાનુભાવો અને જમ્મુ અને કાશ્મીરના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા મિત્રો, અન્ય તમામ ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં 'એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K' કાર્યક્રમને સંબોધન કર્યું
June 20th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (એસકેઆઇસીસી)માં 'એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 1,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો, જેમાં માર્ગ, પાણી પુરવઠા અને ઉચ્ચ શિક્ષણમાં માળખાગત સુવિધાનાં ક્ષેત્રો સામેલ છે. તેમણે રૂ. 1,800 કરોડનાં મૂલ્યનાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ (જેકેસીઆઇપી) પણ શરૂ કર્યો હતો. શ્રી મોદીએ 200 નવી સરકારી ભરતીઓને રોજગારીનાં પત્રો સુપરત કરવાની પણ શરૂઆત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રદર્શનને નિહાળ્યું હતું અને કેન્દ્રશાસિત પ્રદેશનાં યુવાન સિદ્ધિ હાંસલ કરનારાઓ સાથે વાતચીત કરી હતી.