પ્રધાનમંત્રીએ ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ભારતની પ્રગતિની પ્રશંસા કરી

August 05th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ભારતની પ્રગતિ પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ઇલેક્ટ્રોનિક્સ નિકાસ વૈશ્વિક સ્તરે ટોચના ૩ સ્થાન પર પહોંચી ગઈ છે. શ્રી મોદીએ નવીન યુવા શક્તિને આ શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત આગામી સમયમાં પણ આ ગતિને જાળવી રાખવા માટે કટિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં રેલ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

June 17th, 12:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે, અસરગ્રસ્તોને મદદ કરવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે, જ્યારે કે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટનાનાં સ્થળે પહોંચી રહ્યાં છે. પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી પ્રત્યેક મૃતકનાં પરિવારજનોને રૂ. 2 લાખની સહાય અને ઇજાગ્રસ્ત લોકો માટે રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે.

ઘાટકોપર પૂર્વમાં 'વિકસિત ભારત, વિકસિત મુંબઈ' માટે વિકસિત ભારત એમ્બેસેડર બેઠક

May 17th, 04:14 pm

વિકસિત ભારતના રાજદૂતોએ સ્થાનિક હીરાના વેપારી અને વેપારી સમુદાય સાથે જોડાવવા માટે મુંબઈના ઘાટકોપર પૂર્વમાં ભાટિયા વાડી ખાતે મુલાકાત કરી હતી. આ વિસ્તારના 300થી વધુ સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમનું સન્માન કેન્દ્રીય રેલવે, સંચાર અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. એક મુક્તપણે આદાન-પ્રદાન થયું, જેમાં સહભાગીઓએ તેમના સૂચનો અને અનુભવો સીધા જ મંત્રીને આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ પોસ્ટ ઓફિસના બાંધકામમાં 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીના ઉપયોગની પ્રશંસા કરી

April 12th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં પોસ્ટ ઓફિસના નિર્માણમાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરી છે.

ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવીને શુભારંભ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 01st, 03:51 pm

સૌથી પહેલા તો, હું ઇન્દોર મંદિરમાં રામ નવમીના દિવસે જે દુર્ઘટના બની હતી તે અંગે મારું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જે લોકો આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત ભક્તો ઝડપથી સાજા થઇ જાય તેવી પણ હું પ્રાર્થના કરું છું.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી

April 01st, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી.