અષાઢી પૂર્ણિમા- ધમ્મ ચક્ર દિવસના પ્રસંગે પ્રધાનમંત્રીના સંદેશાનો મૂળપાઠ

July 24th, 08:44 am

આપ સૌને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને આષાઢી પૂર્ણિમાના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું. આજે આપણે ગુરૂ-પૂર્ણિમા પણ ઉજવીએ છીએ, અને આજના જ દિવસે જ ભગવાન બુધ્ધે બુધ્ધત્વની પ્રાપ્તિ પછી પોતાનું પ્રથમ જ્ઞાન દુનિયાને આપ્યું હતું. જ્યા જ્ઞાન છે, ત્યાં જ પૂર્ણતા છે, ત્યાં જ પૂર્ણિમા છે. અને ઉપદેશ આપનારા સ્વયં બુધ્ધ હોય તો સ્વાભાવિક છે કે જ્ઞાન સંસારના કલ્યાણનો પર્યાય બની જાય છે.ત્યાગ અને તિતિક્ષાનુ તપ ધરાવતા બુધ્ધ જ્યારે બોલે છે ત્યારે માત્ર શબ્દો જ નીકળતા નથી પણ ધમ્મચક્રનુ પ્રવર્તન થાય છે. આટલા માટે તેમણે માત્ર પાંચ શિષ્યોને જ પ્રવચન આપ્યું હતું, પણ આજે સમગ્ર દુનિયામાં તે શબ્દોના અનુયાયીઓ છે. બુધ્ધમાં આસ્થા રાખનારા લોકો છે.

પ્રધાનમંત્રીએ અષાઢ પૂર્ણિમા – ધમ્મ ચક્ર દિવસ કાર્યક્રમમાં આપેલો સંદેશ

July 24th, 08:43 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભગવાન બુદ્ધ પ્રવર્તમાન કોરોના મહામારીના સમયમાં વધુ સાંદર્ભિક છે. ભગવાન બુદ્ધે ચીંધેલા માર્ગે ચાલીને આપણે સૌથી મુશ્કેલ સમયને પણ કેવી રીતે પડકારી શકીએ તે ભારતે બતાવી દીધું છે. ભગવાન બુદ્ધે આપેલા બોધપાઠને અનુસરીને આખી દુનિયા એકજૂથ થઇને આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીએ અષાઢ પૂર્ણિમા અને ધમ્મ ચક્ર દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં દેશવાસીઓને આપેલા સંદેશમાં કહ્યું હતું કે, આમાં, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘની પહેલ ‘પ્રાર્થના સાથે સંભાળ’ પ્રશંસનીય છે.

પ્રધાનમંત્રી આવતીકાલે અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં સંદેશો આપશે

July 23rd, 09:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 જુલાઈ, 2021ના રોજ સવારે 8.30 વાગ્યા આસપાસ અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં તેમનો સંદેશો શેર કરશે.