પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી પ્રેમજીત બારિયા દ્વારા પ્રસ્તુત આર્ટવર્ક શેર કર્યું
April 16th, 10:09 am
પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી પ્રેમજીત બારિયાજી દ્વારા પ્રસ્તુત દીવના પ્રસિદ્ધ સ્થળોની આર્ટવર્ક શેર કર્યા છે.પ્રધાનમંત્રીએ ‘હુનર હાટ’ની મુલાકાત લીધી
February 19th, 03:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘હુનર હાટ’ની મુલાકાત લીધી હતી. તેમણે હુનર હાટમાં ભાગ લેનારા દેશભરના કુશળ કારીગરો, શિલ્પકારો અને પાક નિષ્ણાંતોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.નેપાળના કાઠમંડૂમાં રાષ્ટ્રીય સભા ગૃહ ખાતે નાગરિક અભિવાદન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
May 12th, 04:39 pm
શાકયજી તમે અને તમારા સાથીઓએ કાઠમંડૂની મહાનગર પાલિકાએ મારા માટે આ સ્વાગત સમારોહનું આયોજન કર્યું છે. હું તેના માટે હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ-ખૂબ આભાર માનું છું. આ માત્ર મારું નહી પરંતુ સંપૂર્ણ ભારતનું સન્માન છે. માત્ર હું જ નહીં સવા સો કરોડ ભારતીયો પણ કૃતજ્ઞ છે. કાઠમંડૂથી અને નેપાળથી દરેક ભારતીયનો એક પોતાપણાનો સંબંધ છે અને આ સૌભાગ્ય મને પણ મળ્યું છે.માઈક્રો મૂર્તિકારે ચોકકૃતિ કલાકૃતિ વડાપ્રધાન મોદીને ભેટમાં આપી
January 03rd, 05:58 pm
માઈક્રો મૂર્તિકાર શ્રી સચિન સંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની કલાકૃતિઓ સાથે વડાપ્રધાનને મળ્યા હતા. સંઘેએ પોતાને ચોકકૃતિમાં નામના અપાવી છે, જે ચોકમાંથી બને છે. તેમણે પોતાના કાર્યને વડાપ્રધાનને ભેટમાં આપ્યું હતું જેમાં યોગમુદ્રાઓ અને વડાપ્રધાન મોદીના તેમના માતા સાથેની ચોકની કલાકૃતિઓ સામેલ હતી.પતિયાલાના ભરતકામના કારીગરે પોતાની કારીગરી વડાપ્રધાન મોદીને ભેટમાં આપી
January 03rd, 05:55 pm
થોડા દિવસો અગાઉ પટિયાલાના એક ભરતકામના કારીગર શ્રી. અરુણ કુમારે વડાપ્રધાન મોદીને તેમની કેટલીક કારીગરી ભેટમાં આપી હતી.