પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કહ્યું કે, હવે પછી જો તમે પાલતુ શ્વાન ઉછેરવાનો વિચાર કરો તો તમારા ઘરે ભારતીય પ્રજાતિનો શ્વાન લાવવાનો ધ્યેય રાખશો

August 30th, 04:34 pm

મન કી બાતના તાજેતરના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સૈન્યના શ્વાન – સોફી અને વિદા વિશે વાત કરી હતી કે જેને ચીફ ઓફ આર્મી સ્ટાફ ‘કોમ્મેન્ડેશન કાર્ડ્સ’ એનાયત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો અને સુરક્ષા દળો પાસે આવા ઘણા બહાદુર શ્વાન છે જેમણે અસંખ્ય બોમ્બ વિસ્ફોટો અને આતંકવાદી કાવતરાઓને નિષ્ફળ બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે દારૂગોળો અને આઈ.ઈ.ડી.ને સુંઘવામાં મદદ કરવા માટેના બીજા ઘણા શ્વાનોના ઉદાહરણો આપ્યા અને બીડ પોલીસનો પણ ઉલ્લેખ કર્યો જેમણે તાજેતરમાં જ તેમના શ્વાનીય સાથી રોકીને અંતિમ વિદાય આપી જેણે 300થી વધુ કેસના સમાધાનમાં પોલીસને મદદ કરી હતી.

રમતો શરૂ થવા દો: મન કી બાત દરમિયાન વડા પ્રધાન મોદીના રમકડાં ક્ષેત્ર માં આત્મનિર્ભરતા

August 30th, 11:00 am

સાથીઓ, આ દિવસોમાં ઓણમનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ ચિંગમ મહિનામાં આવે છે. આ દરમિયાન લોકો કંઈક નવું ખરીદે છે, પોતાના ઘરને સજાવે છે, પૂકલ્લમ બનાવે છે, ઓણમ-સાદિયાનો આનંદ લે છે, વિવિધ પ્રકારની રમતો અને સ્પર્ધાઓ પણ થાય છે. ઓણમની ધૂમ તો આજે દૂરસુદૂર વિદેશો સુધી પહોંચી છે. અમેરિકા હોય, યૂરોપ હોય, કે ખાડીનાં દેશો હોય, ઓણમનો ઉલ્લાસ આપને દરેક જગ્યાએ મળશે. ઓણમ એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બની રહ્યો છે.