પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર શીતલ દેવી, રાકેશ કુમારને અભિનંદન પાઠવ્યા

September 02nd, 11:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઓપન તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીતીને રમતવીર શીતલ દેવી અને રાકેશ કુમાર દ્વારા દર્શાવવામાં આવેલી ટીમ સ્પિરિટની પ્રશંસા કરી હતી.

તમિલનાડુના ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્‌ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 19th, 06:33 pm

તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, મુખ્યમંત્રી શ્રી એમ.કે. સ્ટાલિનજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અનુરાગ ઠાકુર, એલ. મુરુગન, નિશિથ પ્રામાણિક, તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ભારતના ખૂણે-ખૂણેથી અહીં આવેલા મારા યુવા સાથીઓ.

પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું

January 19th, 06:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આશરે રૂ. 250 કરોડનાં મૂલ્યનાં પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે બે રમતવીરો દ્વારા સોંપવામાં આવેલી રમતોની મશાલ પણ કૌલડ્રોન પર મૂકી હતી.

પ્રધાનમંત્રીએ બેંગકોકમાં પેરા એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે ભારતીય પેરા તીરંદાજી ટીમને અભિનંદન પાઠવ્યા

November 23rd, 10:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પેરા તીરંદાજી ટીમને બેંગકોકમાં પેરા એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં તીરંદાજીમાં ગોલ્ડ જીતવા બદલ શીતલ દેવી, રાકેશ કુમારને અભિનંદન પાઠવ્યા

October 27th, 12:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શીતલ દેવી અને રાકેશ કુમારને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મેન્સ ડબલ્સ રિકર્વ ઈવેન્ટમાં પેરા આર્ચર હરવિંદર સિંઘ અને સાહિલ દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી

October 25th, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરા તીરંદાજ હરવિંદર સિંહ અને સાહિલને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મેન્સ ડબલ્સ રિકર્વ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

મુંબઇમાં 141મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સત્રના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 14th, 10:34 pm

IOCના અધ્યક્ષ શ્રી થોમસ બાચ, IOCના માનનીય સભ્યો, તમામ આંતરરાષ્ટ્રીય રમતગમત સંઘો, ભારતના રાષ્ટ્રીય સંઘના તમામ પ્રતિનિધિઓ, બહેનો અને ભાઇઓ!

પ્રધાનમંત્રીએ મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદઘાટન કર્યું

October 14th, 06:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ સત્ર રમતગમત સાથે સંબંધિત વિવિધ હિતધારકો વચ્ચે આદાનપ્રદાન અને જાણકારીની વહેંચણીની તક પ્રદાન કરે છે.

એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 10th, 06:25 pm

આ એક સુખદ સંયોગ છે કે આ જ સ્થળે, આ જ સ્ટેડિયમમાં 1951માં પ્રથમ એશિયન ગેમ્સ યોજાઈ હતી. આજે આપે પણ અને આપ સૌ ખેલાડીઓએ, આપે જે પરાક્રમ કર્યું છે, જે પુરુષાઅર્થ કર્યો છે, જે પરિણામ આપ્યું છે, તેનાં કારણે દેશના દરેક ખૂણામાં એક ઉત્સવનું વાતાવરણ છે. 100 પારની મેડલ ટેલી માટે, તમે દિવસ-રાત એક કરી દીધી. એશિયન ગેમ્સમાં આપ સૌ ખેલાડીઓનાં પ્રદર્શનથી આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી

October 10th, 06:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી હતી. તેમણે રમતવીરો સાથે વાતચીત પણ કરી હતી. ભારતે એશિયન ગેમ્સ 2022માં 28 સુવર્ણ ચંદ્રકો સહિત 107 મેડલ જીત્યા હતા, જે ખંડીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં જીતેલા મેડલની કુલ સંખ્યાના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્રદર્શન બનાવે છે.

પ્રધાનમંત્રીએ કમ્પાઉન્ડ તીરંદાજીમાં સિલ્વર મેડલ માટે અભિષેક વર્માની પ્રશંસા કરી

October 07th, 08:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તીરંદાજ અભિષેક વર્માને એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ તીરંદાજી પુરુષોની વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કમ્પાઉન્ડ આર્ચરીમાં ગોલ્ડ જીતવા બદલ ઓજસ પ્રવીણ દેવતલેની પ્રશંસા કરી

October 07th, 08:36 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓજસ પ્રવીણ દેવતલેને એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ તીરંદાજી પુરુષોની વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કમ્પાઉન્ડ તીરંદાજીમાં મહત્વપૂર્ણ ગોલ્ડ માટે જ્યોતિ સુરેખા વેન્નમની પ્રશંસા કરી

October 07th, 08:33 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ માટે જ્યોતિ સુરેખા વેન્નમને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ પુરુષોની તીરંદાજી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અતનુ દાસ, તુષાર શેલ્કે અને બોમ્માદેવરા ધીરજને અભિનંદન પાઠવ્યા

October 06th, 06:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની તીરંદાજી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અતનુ દાસ, તુષાર શેલ્કે અને બોમ્માદેવરા ધીરજને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પુરુષોની તીરંદાજી ટીમને બિરદાવી

October 05th, 10:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિષેક વર્મા, ઓજસ પ્રવિણ દેવતાલે અને પ્રથમેશ જાવકરની પુરૂષ તીરંદાજી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં મહિલા તીરંદાજી કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક મળવા પર પ્રશંશા કરી

October 05th, 11:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મહિલા તીરંદાજી કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં મહિલા તીરંદાજી કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક મળવા પર પ્રશંશા કરી

October 04th, 12:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મહિલા તીરંદાજી કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ 2023 વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં 11 મેડલ જીતવા બદલ ભારતના જુનિયર અને કેડેટ તીરંદાજોને અભિનંદન પાઠવ્યા

July 10th, 10:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2023ની વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં 11 મેડલ જીતવા બદલ ભારતના જુનિયર અને કેડેટ તીરંદાજોને અભિનંદન પાઠવ્યા છે.

મણિપુરમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓના પ્રારંભ અને શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 04th, 09:45 am

કાર્યક્રમમાં ઉપસ્થિત મણિપુરના ગવર્નર લા ગણેશનજી, મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહજી, ઉપ મુખ્યમંત્રી વાય જોયકુમાર સિંહજી, કેન્દ્રના મંત્રીમંડળના મારા સહયોગી ભૂપેન્દ્ર યાદવજી, રાજકુમાર રંજન સિંહજી, મણિપુર સરકારમાં મંત્રી વિશ્વજીત સિંહજી, લોસી દિખોજી, લેત્પાઓ હાઓકિપ જી, અવાંગબાઓ ન્યૂમાઈજી, એસ રાજેન સિંહજી, વુગજાગિન વાલ્કેજી, સત્ય વ્રત્યસિંહજી, ઓ લુખોઈ સિંહજી, સંસદમાં મારા સહયોગી સાંસદો અને ધારાસભ્યો. અન્ય લોક પ્રતિનિધિ સમુદાય અને મણિપુરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો! ખુરૂમજરી!

પ્રધાનમંત્રીએ મણિપુરના ઈમ્ફાલમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું

January 04th, 09:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના ઈમ્ફાલ ખાતે આશરે ₹ 1850 કરોડની 13 પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશરે ₹ 2950 કરોડની 9 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેય જળ પુરવઠા, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સંબંધી છે.