Babasaheb’s Vision, Our Governance Mission
April 13th, 07:24 pm
Our nation is privileged to have been graced by the presence of many great men. Babasaheb Dr. B R Ambedkar stands tall as one of the greatest and most influential leaders. Babasaheb Dr. Amebdkar devoted his life and efforts towards bringing a positive difference in the lives of the poor, marginalised and lesser privileged.મુંબઈમાં આઈએમસી મહિલા પાંખની 50મા વર્ષની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
April 13th, 05:56 pm
હું ભારતીય વ્યાપારી સંસ્થાનની મહિલા પાંખના 50 વર્ષ પુરા થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. કોઈપણ સંસ્થા માટે 50 વર્ષનો પડાવ ખુબ મહત્વપૂર્ણ હોય છે અને આ એવો સમયગાળો હોય છે કે વ્યક્તિ હોય કે સંસ્થા હોય, તે સોનાની જેમ તપ કરીને નીકળતો હોય છે, ચમકવા લાગે છે; અને કદાચ એટલા જ માટે 50 વર્ષ પૂર્ણ થવાને સુવર્ણ જયંતી પણ કહે છે. તમે જે સંસ્થાનો હિસ્સો છો તેનો ખુબ જ ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. સ્વદેશી આંદોલનની પૃષ્ઠભૂમિમાં તેની સ્થાપના થઇ છે. તમે પણ પાછલા 50 વર્ષ મહિલાઓ માટે કામ કરતા કરતા કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે; અને તેના માટે તમારી સંસ્થા પ્રશંસાને પાત્ર છે. અને પાછલા 50 વર્ષમાં જે જે લોકોએ આનું નેતૃત્વ કર્યું છે, આને આગળ વધારી છે, તે સૌ અભિનંદનના અધિકારી છે.