કેબિનેટે વન નેશન વન સબસ્ક્રિપ્શન (ONOS) ને મંજૂરી આપી
November 25th, 08:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એક રાષ્ટ્ર એક સબસ્ક્રિપ્શનને મંજૂરી આપી દીધી છે, જે કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજના છે, જે દેશભરમાં વિદ્વાનોના સંશોધનાત્મક લેખો અને સામયિકોના પ્રકાશન સુધી પહોંચ પ્રદાન કરશે. આ યોજનાનું સંચાલન સરળ, વપરાશકર્તાને અનુકૂળ અને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા મારફતે કરવામાં આવશે. આ કેન્દ્ર સરકારની સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ માટે વન નેશન વન સબ્સ્ક્રિપ્શન સુવિધા હશે.ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024 ઈવેન્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 11th, 12:00 pm
હું ખાસ કરીને SEMI સાથે જોડાયેલા તમામ સાથીઓને અભિનંદન આપું છું. ભારત વિશ્વનો આઠમો દેશ છે, જ્યાં વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ સાથે સંબંધિત આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને હું કહી શકું છું કે- ભારતમાં રહેવાનો આ યોગ્ય સમય છે. તમે યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ છો. ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીના ભારતમાં - ચિપ્સ ક્યારેય ડાઉન નથી હોતી! અને એટલું જ નહીં, આજનું ભારત વિશ્વને વિશ્વાસ આપે છે - જ્યારે ચિપ્સ ડાઉન હોય, ત્યારે તમે ભારત પર દાવ લગાવી શકો છો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું
September 11th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરવામાં આવી છે.પીએમએ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી
September 10th, 04:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 7, લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને અનુસંધન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ભારતનાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં પરિદ્રશ્ય પર ચર્ચા તથા સંશોધન અને વિકાસ કાર્યક્રમોને નવેસરથી ડિઝાઇન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.