પ્રધાનમંત્રી 15 જાન્યુઆરીએ પીએમ જનમન હેઠળ PMAY (G) ના 1 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જારી કરશે

January 14th, 01:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15મી જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY - G) ના 1 લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો જારી કરશે. . પ્રધાનમંત્રી આ પ્રસંગે પીએમ-જનમનના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.