પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન વચ્ચે વર્ચ્યુઅલ વાતચીત થશે

April 10th, 09:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલ 2022ના રોજ યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. બંને નેતાઓ હાલના દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને દક્ષિણ એશિયા, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાઓમાં પરસ્પર હિતની તાજેતરની ઘટમાળ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વર્ચ્યુઅલ મીટિંગ બંને પક્ષોને દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી તેમની નિયમિત અને ઉચ્ચ સ્તરીય જોડાણ ચાલુ રાખવા સક્ષમ બનાવશે.

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા

July 28th, 08:13 pm

અમેરિકાના વિદેશ મંત્રી શ્રી એન્ટની બ્લિન્કન આજે અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.