કેન્દ્રીય અંદાજપત્ર 2023 અંગે પ્રધાનમંત્રીના પ્રતિભાવનો મૂળપાઠ
February 01st, 02:01 pm
અમૃતકાળનું આ પ્રથમ અંદાજપત્ર વિકસિત ભારતના વિરાટ સંકલ્પને પૂરો કરવા માટે મજબૂત પાયો રચવાનું કામ કરશે. આ અંદાજપત્રમાં કચડાયેલા વર્ગોના ઉદ્ધારને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ અંદાજપત્ર ગામ-ગરીબ, ખેડૂત, મધ્યમવર્ગ એમ તમામ આકાંક્ષી સમાજ (એસ્પિરેશનલ સોસાયટી)નાં સ્વપ્ન સાકાર કરશે.આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છેઃ પ્રધાનમંત્રી
February 01st, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે, ભારતના અમૃત કાલનાં પ્રથમ અંદાજપત્રે વિકસિત ભારતની આકાંક્ષાઓ અને સંકલ્પોને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો સ્થાપિત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ બજેટ વંચિતોને પ્રાથમિકતા આપે છે અને આકાંક્ષી સમાજ, ગરીબો, ગામડાઓ અને મધ્યમ વર્ગનાં સ્વપ્નોને સાકાર કરવા પ્રયાસરત છે.કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ને વધુ ત્રણ મહિના (ઑક્ટોબર 2022-ડિસેમ્બર 2022) માટે લંબાવી
September 28th, 04:06 pm
માનનીય પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2021માં જનહિતની જાહેરાત કરવામાં આવી હતી એને આગળ ધપાવતા અને પીએમજીકેએવાય હેઠળ વધારાની ખાદ્ય સુરક્ષાનાં સફળ અમલીકરણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય-7મો તબક્કો) વધુ 3 મહિના માટે એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર, 2022 સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે.