યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને 297 પ્રાચીન વસ્તુઓ પરત કરી

September 22nd, 12:11 pm

ગાઢ દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને અને વધુ સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવા માટે, યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોના બ્યુરો અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના પુરાતત્વીય સર્વેક્ષણે જુલાઈ 2024 માં સાંસ્કૃતિક સંપત્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે સહકાર વધારવા માટે રાષ્ટ્રપતિ બિડેન અને પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓ, જૂન 2023માં તેમની બેઠક પછી જારી કરાયેલ સંયુક્ત નિવેદનમાં પ્રતિબિંબિત થાય છે.

પ્રધાનમંત્રી અમેરિકાથી 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સ્વદેશ પરત લાવશે

September 25th, 09:16 pm

પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન અમેરિકા દ્વારા 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સુપરત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ અમેરિકા દ્વારા ભારતને પ્રાચીન કળાકૃતિઓ પરત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અમેરિકાની આ ચેષ્ટાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ બાઇડેને સાંસ્કૃતિક ચીજવસ્તુઓની ચોરી, ગેરકાયદેસર વેપાર અને દાણચોરીને અટકાવવા તેમના પ્રયાસોને મજબૂત કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.