વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ દ્વારા રાફેલ સોદા અંગે લગાવવામાં આવેલા આરોપોને નકારી દીધા

January 02nd, 06:02 pm

રાફેલ સોદા પર કોંગ્રેસે લગાવેલા તમામ આરોપોને ફગાવી દેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, આ મારા પરનો અંગત આરોપ નથી, પરંતુ મારી સરકાર વિરુદ્ધ આરોપ છે. જો મારા વિરુદ્ધ કોઈ અંગત આરોપ હોય તો તેમને એ શોધવા દો કે શું, ક્યારે અને ક્યાં અને કોને.

RBI ગવર્નર તરીકે ઊર્જિત પટેલે સારું કાર્ય કર્યું છે: વડાપ્રધાન મોદી

January 02nd, 05:49 pm

CBI અને RBI જેવી સંસ્થાઓ પર વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ પાસે આ મુદ્દે વાત કરવાનો કોઈ જ હક્ક નથી. દસ લાંબા વર્ષો સુધી PMOને નબળું બનાવી દેવામાં આવ્યું હતું અને NACની રચના કરવામાં આવી હતી. આ સંસ્થાઓનું અપમાન કરવું હતું. PMOનું આ કેવી જાતનું સશક્તિકરણ છે? કેબિનેટ મોટો નિર્ણય લે અને એક મોટો આગેવાન એક પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટના એ નિર્ણયને ફાડીને ફેંકી દે. સંસ્થાઓનું આ કેવા પ્રકારનું સન્માન હતું?

અમારા સાથીદારો પણ આગળ વધે એવા અમારા પ્રયાસો કાયમ હોય છે: વડાપ્રધાન મોદી

January 02nd, 05:32 pm

વડાપ્રધાને કહ્યું હતું કે જે લોકો ભાજપ સાથે જોડાય છે તેઓ આગળ વધે છે. અમારા પ્રયાસો કાયમ એવા હોય છે કે અમારા સાથીદારો પણ આગળ વધે. અમારા પ્રયાસો લોકોને સાથે લઈને ચાલવાનો અને દરેકને સાંભળવાના હોય છે. હું ક્ષેત્રીય આકાંક્ષાઓને મહત્ત્વ આપવા વચનબદ્ધ છું.

2019ની ચૂંટણીઓ 'જનતા' વિરુદ્ધ 'મહાગઠબંધન' અંગે હશે: વડાપ્રધાન મોદી

January 02nd, 03:03 pm

એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે માત્ર ભારતના નાગરિકો જ આવનારી ચૂંટણીઓનો માર્ગ પ્રશસ્ત કરશે. તેમણે કહ્યું, જે લોકો પ્રજાની આકાંક્ષા માટે કાર્ય કરે છે અને એ કોણ છે જે પ્રજાની આકાંક્ષા વિરુદ્ધ કાર્ય કરે છે? ચૂંટણીઓ માટે આ જ એક નિયમ હશે.

વડાપ્રધાન મોદીએ ખુલાસો કર્યો કે સર્જીકલ સ્ટ્રાઈક કરવા ગયેલા જવાનોને તેમણે શું કહ્યું હતું

January 02nd, 02:58 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમણે 28 સપ્ટેમ્બર 2016ના દિવસે લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પસાર કરીને સર્જીકલ સ્ટ્રાઈક કરવા ગયેલા જવાનોને શું કહ્યું હતું.

રાજકીય હિંસા એ આપણી લોકશાહી માટે સારી નથી: વડાપ્રધાન મોદી

January 02nd, 02:58 pm

રાજકીય હિંસા અંગે એક પ્રશ્નનો ઉત્તર આપતા વડાપ્રધાન મોદીએ આ પ્રકારના કોઇપણ કૃત્યની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું, સરકાર હિંસાનો કોઇપણ પ્રકાર ચલાવી લેશે નહીં, પછી તે કોઇપણ પક્ષ દ્વારા આચરવામાં આવી હોય. અમે તમામ માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે વચનબદ્ધ છીએ.

એક વખત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ત હશે પછી એક સરકાર તરીકે અમારી જે કોઇપણ જવાબદારી હશે, અમે એ પૂર્ણ કરવા તમામ પ્રયાસો કરીશું: રામમંદિર પર વડાપ્રધાન

January 02nd, 01:43 pm

અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે અધ્યાદેશ લાવવા માટેના એક પ્રશ્નનો ઉત્તર આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાયદાકીય પ્રકિયા પૂર્ણ ત હ્ય બાદ, સરકાર તરીકે અમારી જે કોઇપણ જવાબદારી હશે એ અંગે અમે અમારા તમામ પ્રયાસો કરીશું.

મધ્યમવર્ગ માટે વિચારવું એ આપણી જવાબદારી છે, એટલે નહીં કારણકે તેઓ આપણને મત આપે છે પરંતુ દેશ માટે: વડાપ્રધાન

January 02nd, 01:37 pm

વડાપ્રધાન મોદીએ સરકાર દ્વારા મધ્યમવર્ગની જીવનશૈલી સુધારવા માટે લીધેલા પગલાંઓ પર લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, એ આપણી જવાબદારી છે કે આપણે મધ્યમવર્ગ માટે વિચારીએ, એટલે નહીં કારણકે તે આપણને મત આપે છે, પરંતુ દેશ માટે.

GSTને લગતા તમામ નિર્ણયો GST કાઉન્સિલમાં સર્વાનુમતે લેવામાં આવે છે: વડાપ્રધાન મોદી

January 02nd, 01:36 pm

એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ GST, એક કરનું પાલન જે બે વર્ષ અગાઉ લાગુ કરવામાં આવ્યો હતો તેના તમામ નિર્ણયો GST કાઉન્સિલમાં સર્વાનુમતે લેવામાં આવે છે, જેમાં કોંગ્રેસ સહીત અન્ય રાજ્ય સરકારોનું પ્રતિનિધિત્વ છે તેમ જણાવ્યું હતું.

પ્રથમ પરિવાર જેણે દેશને ચાર પેઢીઓ સુધી ચલાવ્યો તે આજે જામીન પર બહાર છે: વડાપ્રધાન મોદી

January 02nd, 01:34 pm

એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારે કોંગ્રેસના ટોચના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેના તમામ પ્રયાસો કર્યા છે જેમના પર કશું ખોટું કરવાનો આરોપ છે. કોંગ્રેસના ‘પ્રથમ પરિવાર’ પર લક્ષ્ય લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જે લોકોએ દેશને ચાર પેઢીઓથી ચલાવ્યો હતો તેઓ આજે નાણાંકીય ગોટાળાઓના આરોપોનો સામનો કરી રહ્યા છે અને જામીન પર બહાર છે.

અમે ખેડૂતોની સમસ્યાઓને સંબોધિત કરવા અને તેમને સશક્ત કરવા માટે વચનબદ્ધ છીએ: વડાપ્રધાન મોદી

January 02nd, 01:31 pm

એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની કૃષિ લોન માફી પર તેમની ‘લોલીપોપ’ કોમેન્ટની સ્પષ્ટતા કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું, “જુઠ્ઠું બોલવું અને ગેરમાર્ગે દોરવું તેને હું લોલીપોપ કહું છું...જેમકે એમ કહેવું કે અમે તમામ કૃષિ લોન માફ કરી દીધી છે. સત્ય એ છે કે આવું કશું જ થયું નથી. તેમના સર્ક્યુલરો જુઓ, તેઓએ કોઈને ગેરમાર્ગે ન દોરવા જોઈએ.”

Parliament is a place for debate and discussion: PM Modi

January 01st, 08:45 pm

In an extensive interview to ANI, Prime Minister Narendra Modi spoke on a range on crucial issues concerning the nation. The PM spoke about the upcoming Lok Sabha elections, Mahagatbadhan, Ram Temple, farm loan waivers, surgical strikes, demonetisation, GST, and more.

વડાપ્રધાન મોદીના ANI સાથેના ઇન્ટરવ્યુના મહત્ત્વના મુદ્દાઓ

January 01st, 08:31 pm

ANIને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને લગતા મહત્ત્વના વિવિધ વિષયો પર વાત કરી હતી. વડાપ્રધાને આવનારી લોકસભાની ચૂંટણીઓ, મહાગઠબંધન, રામ મંદિર, કૃષિ લોન માફી, સર્જીકલ સ્ટ્રાઈક્સ, ડિમોનેટાઈઝેશન, GST અને બીજા વિષયો અંગે વાત કરી હતી.

PM Modi counters Opposition on unemployment, economy, GST, NRC

August 11th, 10:53 am

Prime Minister Narendra Modi on Saturday said that more than one crore jobs have been created in the last one year, hence, the campaign of lack of jobs needs to stop now. In an exclusive interview to ANI, Prime Minister also touched upon various other important issues including the National Register of Citizens (NRC), Goods and Services Tax (GST), women empowerment and India-Pakistan relations.

PM Modi's Interview with ANI

May 30th, 02:00 pm



I want to run the government professionally: Narendra Modi

April 17th, 05:17 pm

I want to run the government professionally: Narendra Modi

Highlights from Narendra Modi's interview to ANI

April 16th, 11:48 pm

Highlights from Narendra Modi's interview to ANI