અયોધ્યામાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ પછી પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

December 30th, 02:15 pm

અયોધ્યાજીના તમામ લોકોને મારા પ્રણામ! આજે આખી દુનિયા 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી પ્રતીક્ષા કરી રહી છે. આવી સ્થિતિમાં અયોધ્યાના લોકોમાં રહેલો ઉત્સાહ અને ઉમંગ સ્વાભાવિક છે. હું ભારતની માટીના એક એક કણ અને ભારતની જનતાનો પૂજારી છું અને હું પણ તમારી જેમ જ ઉત્સુક છું. અમારા બધાનો આ ઉત્સાહ અને ઉમંગ થોડા સમય પહેલાં અયોધ્યાજીના માર્ગો પર સંપૂર્ણપણે જોવા મળી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે, જાણે આખી અયોધ્યા નગરી રસ્તા પર આવી ગઇ હોય. આ પ્રેમ અને આશીર્વાદ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌ મારી સાથે બોલો - સિયાવર રામ ચંદ્રની... જય. સિયાવર રામ ચંદ્રની... જય. સિયાવર રામ ચંદ્રની... જય.

પ્રધાનમંત્રીએ રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

December 30th, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા ધામમાં રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. તેમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે 11,100 કરોડ રૂપિયાની પરિયોજનાઓ અને સમગ્ર ઉત્તર પ્રદેશની અન્ય પરિયોજનાઓ સાથે સંબંધિત લગભગ 4600 કરોડ રૂપિયાની પરિયોજનાઓ સામેલ છે.

દહેરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

May 25th, 11:30 am

ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રી ગુરમીત સિંહ, ઉત્તરાખંડના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉત્તરાખંડ સરકારના મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયર, જિલ્લા પરિષદના સભ્યો, અન્ય મહાનુભાવો, અને ઉત્તરાખંડના મારાં પ્રિય ભાઈઓ અને બહેનો, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે ઉત્તરાખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ દેહરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસની પહેલી યાત્રાને લીલી ઝંડી આપી

May 25th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દહેરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમણે નવા વિદ્યુતીકૃત રેલવે સેક્શનો પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અને ઉત્તરાખંડને 100 ટકા વિદ્યુત ટ્રેક્શન રાજ્ય જાહેર કર્યું હતું.