ભારત એ વિવિધતાની ભૂમિ હોવાનું દરેક ભારતીય ગર્વ કરે છે
June 27th, 10:51 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ્સના ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને નેધરલેન્ડ્સ અને સુરિનામના ભારતીય સમાજની ભૂમિકાની પ્રસંશા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સમગ્ર યુરોપમાં નેધરલેન્ડ્સમાં બીજો સૌથી વિશાળ ભારતીય સમાજ વસે છે.PM interacts with Indian community in the Netherlands
June 27th, 10:50 pm
Prime Minister Narendra Modi today interacted with Indian community in the Netherlands. During his address, PM Modi appreciated the role of Indian diaspora in Netherlands and Suriname. He noted that Netherlands had the second largest Indian diaspora in entire Europe.નેધરલેન્ડ્સના રાણી મેક્સીમા અને રાજા વિલિયમ-એલેકઝાન્ડરને મળતા વડાપ્રધાન મોદી
June 27th, 09:26 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડ્સમાં વિલા એકનહોર્સ્ટ ખાતે રાણી મેક્સીમા અને રાજા વિલિયમ-એલેકઝાન્ડરને મળ્યા હતા.પોતાની નેધરલેન્ડ્સ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
June 27th, 04:09 pm
વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન રૂટે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા વિષયો પર વિચાર વિમર્શ કર્યો. સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, “વિશ્વ એકબીજા પર આધારિત છે અને એકબીજા સાથે સંકળાયેલું છે. અમે દ્વિપક્ષીય તેમજ વિશ્વ સાથે સંકળાયેલા વિષયો પર ચર્ચા કરીશું.” વડાપ્રધાને નેધરલેન્ડ્સને ભારતના આર્થિક વિકાસમાં કુદરતી ભાગીદાર ગણાવ્યું હતું અને બંને દેશો વચ્ચે વધી રહેલા આર્થિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.એમ્સટરડેમ, નેધરલેન્ડ્સ આવી પહોંચતા વડાપ્રધાન મોદી
June 27th, 02:04 pm
પોતાની ત્રણ દેશોની યાત્રાના છેલ્લા ચરણની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ્સટરડેમ, નેધરલેન્ડ્સ આવી પહોંચ્યા હતા. આ વર્ષે બંને દેશો ભારત-ડચ રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 70 વર્ષ ઉજવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદી ડચ વડાપ્રધાન માર્ક રૂટ સાથે આધિકારિક બેઠક હાથ ધરશે. તેઓ રાજા વિલિયમ-એલેકઝાન્ડર અને રાણી મેક્સીમાને પણ મળશે. વડાપ્રધાન ભારતીય સમાજ સાથે પણ વાર્તાલાપ કરશે.