સ્વચ્છ ભારત મિશનના શુભારંભના 10 વર્ષ પૂરા થવા પર, પ્રધાનમંત્રી 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત દિવસ 2024માં ભાગ લેશે
September 30th, 08:59 pm
સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન આંદોલોમાંથી એક - સ્વચ્છ ભારત મિશન – ના શુભારંભના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે 155મી ગાંધી જયંતિના અવસરે સવારે લગભગ 10 વાગ્યે, વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.પ્રધાનમંત્રીએ 44મા પ્રગતિ સંવાદની અધ્યક્ષતા કરી
August 28th, 06:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 44મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સામેલ છે. ત્રીજી ટર્મમાં આ પહેલી બેઠક હતી.'અર્બન પ્લાનિંગ, ડેવલપમેન્ટ એન્ડ સેનિટેશન' પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 10:20 am
શહેરી વિકાસ જેવા મહત્વના વિષય પર બજેટ વેબિનારમાં આપ સૌનું સ્વાગત છે.પ્રધાનમંત્રીએ ‘શહેરી આયોજન, વિકાસ અને સ્વચ્છતા’ વિષય પર અંદાજપત્ર પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું
March 01st, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરી વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ છઠ્ઠો વેબિનાર યોજાયો હતો.લખનઉમાં આઝાદી @75 કોન્ફરન્સ અને એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 10:31 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી અને લખનઉના જ સાંસદ, અમારા વરિષ્ઠ સાથી, શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી હરદીપ સિંહ પુરીજી, મહેન્દ્ર નાથ પાંડેજી, અહિયાના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, શ્રી દિનેશ શર્માજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રીમાન કૌશલ કિશોરજી, રાજ્ય સરકારના મંત્રીગણ, સાંસદ, ધારાસભ્યો, દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા તમામ આદરણીય મંત્રીગણ, અન્ય તમામ મહાનુભવો અને ઉત્તર પ્રદેશના મારા વ્હાલા બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ
October 05th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ શ્રી રાજનાથસિંહ, શ્રી હરદીપ પુરી, શ્રી મહેન્દ્રનાથ પાંડે, શ્રી કૌશલ કિશોર, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આંનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યાં હતાં.સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અમૃત 2.0ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 11:01 am
નમસ્કાર! કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત કેબિનેટમાં મારા સહયોગી શ્રી હરદીપ સિંહ પુરીજી, શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, શ્રી પ્રહલાદ સિંહ પટેલજી, શ્રી કૌશલ કિશોરજી, શ્રી બિશ્વેશ્વરજી, તમામ રાજ્યોના ઉપસ્થિત મંત્રીગણ, અર્બન લોકલ બોડીઝના મેયર્સ અને ચેર પર્સન, મ્યુનિસિપલ કમિશનર્સ, સ્વચ્છ ભારત મિશનના અમૃત યોજનાના આપ સૌ સારથિ, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અમૃત 2.0નો આરંભ કર્યો
October 01st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં, સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (અમૃત 2.0)નો આરંભ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી પ્રહલાદસિંહ પટેલ, શ્રી કૌશલ કિશોર, શ્રી વિશ્વેશ્વર તુડુ, રાજ્યોના મંત્રીઓ, મેયરો અને સ્થાનિક શહેરી સંગઠનોના ચેરપર્સનો અને મ્યુનિસિપલ કમિશનરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અમૃત 2.0નો શુભારંભ કરશે
September 30th, 01:45 pm
સીમાચિહ્નરૂપ પહેલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 કલાકે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) 2.0 નો શુભારંભ કરશે.