કોચરબ આશ્રમના ઉદ્ઘાટન અને ગુજરાતમાં સાબરમતી આશ્રમ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:45 am
પૂજ્ય બાપુનો આ સાબરમતી આશ્રમ હંમેશા અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યો છે. અને મારી જેમ દરેકને જ્યારે પણ અહીં આવવાની તક મળે છે ત્યારે અમે બાપુની પ્રેરણાને અમારી અંદર સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ. સત્ય અને અહિંસાનો આદર્શ હોવો જોઈએ, રાષ્ટ્ર આરાધનાનો સંકલ્પ હોવો જોઈએ, ગરીબો અને વંચિતોની સેવામાં નારાયણની સેવા જોવાની લાગણી હોવી જોઈએ, સાબરમતી આશ્રમ આજે પણ બાપુના આ સંસ્કારોને જીવંત રાખી રહ્યો છે. હું ભાગ્યશાળી છું કે આજે મેં અહીં સાબરમતી આશ્રમના પુનઃવિકાસ અને વિસ્તરણનો શિલાન્યાસ કર્યો છે. કોચરબ આશ્રમ કે જે બાપુ શરૂઆતમાં આવ્યા તે અગાઉનો પહેલો આશ્રમ હતો, તેનો પણ વિકાસ થયો છે અને આજે તેનું લોકાર્પણ પણ થયું તેનો મને આનંદ છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ ગાંધીજીએ કોચરબ આશ્રમમાં પોતાનો પહેલો આશ્રમ બનાવ્યો હતો. ગાંધીજી અહીં ચરખો કાંતતા હતા અને સુથારી કામ શીખતા હતા. કોચરબ આશ્રમમાં બે વર્ષ રહ્યા પછી ગાંધીજી પછી સાબરમતી આશ્રમમાં શિફ્ટ થયા. પુનઃનિર્માણ બાદ હવે કોચરબ આશ્રમમાં ગાંધીજીના એ દિવસોની યાદોને વધુ સારી રીતે સાચવવામાં આવશે. હું આદરણીય બાપુના ચરણોમાં નમન કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સ્થળોના વિકાસ માટે હું તમામ દેશવાસીઓને પણ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ગુજરાતના સાબરમતીમાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું
March 12th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું આજે લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદય કુંજની મુલાકાત લીધી. તેમણે પ્રદર્શનનું વોકથ્રુ પણ લીધું અને એક છોડનું વાવેતર કર્યું.પ્રધાનમંત્રી મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાના સમાપન પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થશે
October 30th, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર, 2023નાં રોજ સાંજે પાંચ વાગ્યે કર્તવ્ય પથ પર મેરી માટી મેરા દેશ અભિયાનની અમૃત કળશ યાત્રાનાં સમાપન પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવના સમાપન સમારોહને પણ ચિહ્નિત કરશે.