સંયુક્ત નિવેદન: ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કુવૈતની સત્તાવાર મુલાકાત (21-22 ડિસેમ્બર, 2024)
December 22nd, 07:46 pm
કુવૈત રાજ્યના મહામહિમ આમિર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 21-22 ડિસેમ્બર, 2024ના રોજ કુવૈતની સત્તાવાર મુલાકાત લીધી હતી. કુવૈતની આ તેમની પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 ડિસેમ્બર, 2024ના રોજ કુવૈતમાં 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારંભમાં હિઝ હાઇનેસ ધ આમિર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના 'ગેસ્ટ ઓફ ઓનર' તરીકે હાજરી આપી હતી.પ્રધાનમંત્રીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી
December 22nd, 05:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલેદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ સપ્ટેમ્બર 2024માં યુએનજીએ સત્રના માર્જિન પર મહામહિમ ક્રાઉન પ્રિન્સ સાથેની તેમની તાજેતરની મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી.પ્રધાનમંત્રીએ કુવૈતના અમીર સાથે મુલાકાત કરી
December 22nd, 05:08 pm
નેતાઓએ બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધોને યાદ કર્યા અને દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તરણ અને ગાઢ બનાવવા માટે તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી. આ સંદર્ભમાં, તેઓ દ્વિપક્ષીય સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી'માં ઉન્નત કરવા સંમત થયા હતા.પ્રધાનમંત્રીએ કુવૈતના મહામહિમ અમીરના ગેસ્ટ ઓફ ઓનર તરીકે અરેબિયન ગલ્ફ કપમાં ઉપસ્થિત રહ્યાં
December 21st, 10:24 pm
કુવૈતના અમીર મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં તેમના 'ગેસ્ટ ઑફ ઓનર' તરીકે હાજરી આપી હતી. પ્રધાનમંત્રી મહામહિમ અમીર, મહામહિમ ક્રાઉન પ્રિન્સ અને કુવૈતના પ્રધાનમંત્રીની સાથે ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમે કુવૈતના નેતૃત્વ સાથે પ્રધાનમંત્રીની અનૌપચારિક વાતચીતની તક પણ પૂરી પાડી હતી.